Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

શંકાસ્પદ વ્હેલ માછલીની ઉલ્ટીસાથે સુરેન્દ્રનગરના ત્રણ ઇસમો રાજકોટ થી ઝડપાયા..

jeet 8 November 2025
Untitled design_20251107_214424_0000

સુરેન્દ્રનગરના ત્રણ ઈસમો પાસેથી 2.97 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો.

દરિયાઈ વિસ્તારોમાંથી માછલીની ઉલટી લઇ અને આવી રહ્યા હતા તે દરમિયાન રાજકોટ એસઓજી પોલીસે દરોડા પાડ્યા

Join Our WhatsApp Group

શંકાસ્પદ વહેલ માછલીની ઉલટી સાથે રાજકોટ એસઓજી પોલીસે સુરેન્દ્રનગર જિલ્લાના 03 ઇસમોની અટકાયત કરી છે જેમાં સુરેન્દ્રનગર શહેરના દેવનગર વિસ્તારમાં રહેતા નરેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજા તેમજ જય સોસાયટી તારામણી કોમ્પલેક્ષ પાછળ રતનપર વિસ્તારમાં રહેતા પરેશભાઈ ચંદ્રકાંતભાઈ વિવેકાનંદ સોસાયટી નવા જકશન પાસે રહેતા આશિષ ભટ્ટની પણ અટકાયત કરવામાં આવી છે આ ત્રણ લોકોએ ભેગા મળી અને દરિયાઈ વિસ્તારમાં શંકાસ્પદ વહેલ માછલીની ઉલટી જેને એમ્બરગ્રીસ તરીકે ઓળખવામાં આવે છે તે 2.963 ગ્રામ જથ્થા સાથે અટકાયત કરવામાં આવી છે અને 2.97 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

● વહેલ માછલી ની ઉલટી સાથે ઝડપાયેલો એક યુવક આઇસીઆઇ બેન્ક માં ફરજ બજાવે છે.

રાજકોટ એસ.ઓ.જી પોલીસ દ્વારા સુરેન્દ્રનગરના ત્રણ ઇસમોની અટકાયત કરવામાં આવી છે જેમાં વહેલ માછલીની ઉલટી સાથે ઝડપાયેલો આશિષ ભટ્ટ નામનો યુવક આઇસીઆઇ બેન્કમાં નોકરી કરી રહ્યો છે અને ફરજ પણ બજાવી રહ્યો છે પરંતુ રૂપિયાની લાલચમાં આવી અને આ પ્રકારનો કારસો રચવામાં આવ્યા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે જોકે તેની સાથે રહેલા નરેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજા અને પરેશ શાહની પણ અટકાયત કરવામાં આવી છે આ તમામની કડક પૂછપરછ રાજકોટ એસઓજી દ્વારા શરૂ કરવામાં આવી છે.

● વ્હેલ માછલીના ઉલ્ટી નો ઉપયોગ

વહેલ માછલી ની ઉલટી નો ઉપયોગ ખાસ કરીને લક્ઝરીયસ પર્ફ્યુમ બનાવવા તેમજ મોંઘા પર્ફ્યુમ બનાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે તેની સુગંધ મીઠી હોય છે જેની કિંમત લાખો રૂપિયાની હોય છે તો બીજી તરફ આ જ ઉલટી નો ઉપયોગ પરંપરાગત દવાઓ માટે થતો હોય છે ખાસ કરીને ખાસી અસ્થમા માથાનો દુખાવો પેટની તકલીફો ઝેર દૂર કરવા માટે આ ઉલટી નો ઉપયોગ કરવામાં આવતો હોય છે અને ખોરાક તરીકે મસાલામાં પણ તેનો ઉપયોગ થતો હોય છે અને આ ઉપરાંત ધાર્મિક વિધિઓમાં ધૂપ તરીકે પણ આ શુભ ગણવામાં આવે છે..

● શંકાસ્પદ વહેલ માછલીની ઉલટી ક્યાં લઈ જવામાં આવતી હતી અને કેટલા વર્ષો થી આ પ્રકારનું રેકેટ ચલાવા માં આવતું હતું તે દિશા માં તપાસ શરૂ..

દરિયાઈ વિસ્તારમાં તેમજ દરિયાઈ વિસ્તારમાં રહેતા વન્ય પ્રાણીઓ સરક્ષણ અધિનિયમ અનુસાર જે વન્ય જીવો હોય છે તેના અવશેષોના વેચાણ અને સંગ્રહ અને હેરાફેરી ઉપર સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તે છતાં પણ રૂપિયાની લાલચે અને અંગત સ્વાર્થ માટે કાવતરા કરી અને વન્ય જીવો ના અવશેષોને લઈને જતા ઇસમો સામે રાજકોટ એસ.ઓ જી પોલીસ દ્વારા આ મુદ્દે તાજેતરમાં ગુના પણ દાખલ કરવામાં આવ્યા છે ત્યારે હવે સુરેન્દ્રનગર જિલ્લાના ત્રણ ઇસમોની અટકાયત કરવામાં આવી છે અને સૌથી મોંઘા ગણાતા વહેલ માછલી ની ઉલટી સાથે અટકાયત કરવામાં આવી છે અને વન વિભાગના કાર્યક્ષેત્ર ને લગતી હોય ત્યારે વધુ તપાસ વન વિભાગ અધિકારીઓને સોંપવામાં આવી છે હવે આ કેટલા વર્ષોથી રેકેટ ચાલતું હતું તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે અને આ કીમતી જથ્થો ક્યાં લઈ જવામાં આવતો હતો તેના દિશામાં પણ તપાસ હવે શરૂ કરવામાં આવી રહી છે અનેક ચોંકાવનારા ખુલાસો થયો તે પ્રકારની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે..

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: સુરેન્દ્રનગર ના ખેડૂતો રોડ પર દાડમ ફેંકી દેવા મજબૂર..
Next: પાણસીણા પોલીસ સૂતી રહી અને લોકલ ક્રાઈમ બ્રાન્ચે દરોડા પાડ્યા..

Related News

surendranagar-awas-yojana-residents-protest-for-basic-amenities

સુરેન્દ્રનગરઃ આવાસ યોજનામાં પાણી-સ્વચ્છતાનો અભાવ; લોકોમાં રોષ

surendranagarupdate1@gmail.com 30 June 2026
MP Chandu Sihora

સુરેન્દ્રનગરના અગરિયાઓનો પ્રશ્ન લોકસભામાં ગુંજ્યો: સાંસદ ચંદુ સિહોરાએ વળતર અને વ્યાજમુક્ત લોનની કરી માંગ

surendranagarupdate1@gmail.com 29 March 2026
Untitled design (96)

પોલીસ હવે પ્રજાના દ્વારે : સુરેન્દ્રનગરમાં યોજાશે ‘લોકદરબાર અને અરજી મેળો’

user 2 11 March 2026

Recent Post

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે Gediya Encounter Case

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

26 August 2026
મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો Muli Taluka Village Pond Filled With Dholidhaja Canal Water Project

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

26 August 2026
સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો Rajkot Range Police Arrested Cyber Fraud Accused Saif Valdariya Near Surendranagar Riverfront

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

26 August 2026
રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત dhrangadhra-Taluka-police-raid-rajpar-village-gambling-arrests

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

26 August 2026
ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો Surendranagar LCB Police Seized Foreign Liquor Stock Hidden in Truck Tank Near Chotila Janivadla Village-1

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

26 August 2026
સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત Surendranagar Ration Shop Shortage Issue and People Waiting for Grain Supply

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

26 August 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add