Surendranagar

સુરેન્દ્રનગર નમો કમલમમાં હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અભિયાનનો પ્રારંભ

આપણા દેશના લોકોની મહેનત અને પરસેવા થકી બનતી ચીજ વસ્તુઓ ખરીદો

સુરેન્દ્રનગર: દેશને આર્થિક રીતે વધુ મજબૂત અને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ્ય સાથે ભારતીય જનતા પાર્ટી દ્વારા રાષ્ટ્રવ્યાપી ‘આત્મનિર્ભર બનો, સ્વદેશી અપનાવો’ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ જ અભિયાનને વધુ વેગ આપવા માટે આજે સુરેન્દ્રનગર સ્થિત નમો કમલમ કાર્યાલય ખાતે એક વિશેષ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભાજપ પ્રદેશ કિસાન મોર્ચા મહામંત્રી અને આત્મનિર્ભર ભારત સૌરાષ્ટ્ર ના સહ ઇન્ચાર્જ હિરેનભાઇ હીરપરા પ્રદેશ ભાજપ અગ્રણી પ્રશાંતભાઇ વાળા જીલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિહ ચૌહાણ સરકારના નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઇ મકવાણા, દસાડા ધારાસભ્ય પી કે પરમાર, ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઇ વરમોરા, પ્રદેશ ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી સહીતના નેતાઓએ આ પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારો સાથે સંવાદ સાધ્યો હતો અને ‘ઘર ઘર સ્વદેશી’ અપનાવવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. નેતાઓએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની દિશામાં કામ ચાલી રહ્યું છે, જેમાં દેશના પ્રત્યેક નાગરિકનો સહયોગ અનિવાર્ય છે. તેમણે ઉમેર્યું હતું કે સ્થાનિક ઉત્પાદનોનો ઉપયોગ વધારવાથી દેશની આર્થિક સ્થિતિ વધુ સારી રીતે મજબૂત બનશે અને સ્થાનિક કારીગરો તેમજ નાના ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે. આનાથી રોજગારીની નવી તકો પણ ઊભી થશે. પ્રેસ કોન્ફરન્સમાં નેતાઓએ લોકોને અપીલ કરી હતી કે તેઓ માત્ર ઉત્સવો દરમિયાન જ નહીં, પરંતુ રોજબરોજના જીવનમાં પણ વધુને વધુ સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરે. તેમણે આ અભિયાનને એક જન આંદોલન બનાવવાની હાકલ કરી હતી, જેના દ્વારા ભારતને વિશ્વની અગ્રણી આર્થિક શક્તિ બનાવવાનું લક્ષ્ય સિદ્ધ કરી શકાય. આ ઝુંબેશ દ્વારા રાષ્ટ્રની આર્થિક પ્રગતિમાં પ્રત્યેક નાગરિકની ભાગીદારી સુનિશ્ચિત કરવાનો પક્ષનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
surendranagarupdate1@gmail.com

Recent Posts

સુરેન્દ્રનગર જિલ્લામાં જન્માષ્ટમીના તહેવારો અનુસંધાને મીઠાઈ અને ફરસાણનું ભાવ બાંધણું

આગામી જન્માષ્ટમીના તહેવારો દરમિયાન સામાન્ય લોકોને શુદ્ધ, સાત્વિક અને ગુણવતા યુક્ત મીઠાઈ તથા ફરસાણ વ્યાજબી…

6 hours ago

વઢવાણમાં પીવાના પાણીની સમસ્યા ઉકેલવા ભોગાવો નદીમાં પાઇપલાઇનનું નેટવર્ક ઊભું કરાયું

Wadhwan Water Pipeline | સુરેન્દ્રનગરમાં ધોળીધજા ડેમ 16 ફૂટ ભરેલો હોવા છતાં સ્થાનિક રહીશોને 3…

9 hours ago

મુળીના ભવાનીગઢમાં રેન્જ IGની ટીમનો દરોડો: 2.08 લાખનો દેશી દારૂ અને આથો ઝડપાયો

Bhavanigarh Liquor Raid | મુળી તાલુકાના ભવાનીગઢ ગામની સીમમાં ચાલતી ગેરકાયદે દેશી દારૂની ભઠ્ઠી પર રાજકોટ…

10 hours ago

વઢવાણમાં 150 વર્ષ જૂના ચરમાળિયા દેવ મંદિરે નાગપંચમીએ ભક્તોનું મહેરામણ ઉમટ્યું

Nag Panchami | નાગપંચમીના પાવન પર્વ નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લાભરમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે.…

10 hours ago

સુરેન્દ્રનગરની દુધરેજ કેનાલમાંથી આધેડનો મૃતદેહ મળ્યો

Dudhrej Canal | સુરેન્દ્રનગર શહેરમાં દુધરેજ નજીક પસાર થતી નર્મદા કેનાલના રેલવે નાળા નજીકથી એક…

10 hours ago

વઢવાણ ખાતે પોષણ ઉત્સવ અંતર્ગત THR અને મિલેટ્સમાંથી પૌષ્ટિક વાનગી નિદર્શન તથા સ્પર્ધા યોજાઈ

Poshan Utsav Wadhwan | સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ઘટક-2 ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા…

10 hours ago