સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં ધ્રાંગધ્રા-સુરેન્દ્રનગર રોડ પર કાપેલી ધાર પાસે એક અજાણ્યા ડમ્પર ચાલકે બેદરકારીપૂર્વક ડમ્પર રિવર્સમાં લેતા બાઈક સવાર પિતા-પુત્રને અડફેટે લીધા હતા.
આ અકસ્માતમાં ધ્રાંગધ્રાના હરીપર રોડ પર રહેતા અલ્કેશભાઈ લખુભાઈ ધ્રાંગધરિયા અને તેમના પુત્ર નીલને શરીરના ભાગે ઈજાઓ પહોંચી છે. ઘટનાની ગંભીરતા જોતા ભોગ બનનાર પરિવારે ડમ્પર ચાલક વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અલ્કેશભાઈ તેમના પુત્ર અને માતા સાથે ધોળી ગામેથી બાઈક પર પરત ફરી રહ્યા હતા. કાપેલી ધાર પાસે રસ્તા પર ડમ્પર ઉભું હોવાથી તેમણે પોતાનું વાહન થોભાવી દીધું હતું, પરંતુ ડમ્પર ચાલકે અચાનક પાછળ જોયા વગર રિવર્સ લેતા ડમ્પરનું ટાયર બાઈક પર ચડી ગયું હતું. સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ પિતા-પુત્રને સારવારની જરૂર પડી હતી. ધ્રાંગધ્રા તાલુકા પોલીસે આ મામલે અજાણ્યા ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ અને તેની શોધખોળ હાથ ધરી છે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…