Surendranagar

જાળવણીના અભાવના પગલે સુરેન્દ્રનગરનો ધોળીધજા ડેમ દૂષિત બન્યો

પીવાના પાણી માટે નો આરક્ષિત ગણાતો ધોડીધજા ડેમ ની અંદરના ભાગે ખડ ઊગી નીકળ્યું..

લીલનું પણ જામ્યું સામ્રાજ્ય..

બોટાદ મોરબી રાજકોટ અમરેલી સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓને પીવાનું પાણી પુરૂ પાડતો ડેમની સ્થિતિ અત્યંત ખરાબ હાલતમાં..

જાળવણીમાં અભાવના પગલે ડેમની અંદર દુષિતતા ફેલાઈ રહી છે..

સૌરાષ્ટ્રનું પાણીયારું સુરેન્દ્રનગર જીલ્લો ગણાય છે તેમાં પણ સુરેન્દ્રનગરનો ધોળીધજા ડેમ છે તે પીવાના પાણી માટે આરક્ષિત ડેમ જાહેર કરવામાં આવ્યો છે સૌરાષ્ટ્ર ભરના જિલ્લાઓમાં પીવાનું પાણી પૂરું ધોળીધજા ડેમ મારફતે પાડવામાં આવી રહ્યું છે ત્યારે સૌની યોજના અંતર્ગત પણ આ ડેમનો સમાવેશ કરવામાં આવ્યો છે બોટાદ મોરબી રાજકોટ અમરેલી અને સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં પીવાનું પાણી ધોળી ધજા ડેમમાંથી પૂરું પાડવામાં આવી રહ્યું છે બારે બાર મહિના પાણીથી છલોછલ ધોળીધજા ડેમ ભરેલો રાખવામાં આવી રહ્યો છે.

પરંતુ સૌરાષ્ટ્રના પાણીયારુ ગણાતા ધોળીધજા ડેમની હાલત અત્યંત કફોડી બની ગઈ છે ધોળીધજા ડેમ માં સાફ સફાઈ નો અભાવ જોવા મળી રહ્યો છે જેને લઇને ડેમની અંદરના ભાગે ખડ ઊગી નીકળ્યું છે અને લીલનું પણ સામ્રાજ્ય છવાઈ ગયું છે બીજી તરફ ડેમની અંદરના ભાગે સ્વચ્છતા નો અભાવ પણ જોવા મળી રહ્યો છે સુરેન્દ્રનગર જોરાવનગર રતનપર વઢવાણ સહિતના શહેરની ત્રણ લાખથી વધુની જનતાને પીવાનું પાણી પણ આ ડેમ મારફતે પૂરું પાડવામાં આવી રહ્યું છે.

ત્યારે ડેમની અંદર લીલ અને જંગલી ખડ ઊગી નીકળ્યું હોવાના કારણે સુરેન્દ્રનગર શહેરીજનો પણ આ પાણી ઉપયોગમાં લેવાના પગલે ચામડીના રોગોથી પીડિત બની રહ્યા છે સુરેન્દ્રનગર શહેરમાં ચામડીના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ડેમની સાફ-સફાઈ જરૂરી છે સામાન્ય રીતે ડેમની અંદર જવા માટે કોઈ પણ પ્રકારની પરમિશન આપવામાં આવી રહી નથી તે છતાં પણ ડેમની અંદર માલ ઢોરને લઈ જવામાં આવી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા ડેમની અંદર સિક્યુરિટી પણ વધારવામાં આવે તે જરૂરી બન્યું છે.

સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાઓને પીવાનું પાણી પૂરું પાડતો ધોળી ધજા ડેમની હાલત કફોડી બની ગઈ છે ડેમની સાફ-સફાઈ હાથ ધરાવી અને આગામી દિવસોમાં ડેમની ફરતે વ્યવસ્થિત રીતે સિક્યુરિટી ગોઠવી અને ડેમમાં શુદ્ધતા જળવાઈ અને સ્વચ્છતા જળવાય તે દિશામાં તંત્ર કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે ડેમ સતત દૂષિત બની રહ્યો છે જેને લઇને તંત્રની કામગીરી સામે પણ સવાલ ઊભા થાય છે પાંચ જિલ્લામાં પાણી પૂરું પાડતા ડેમની પરિસ્થિતિ દૈન્ય બની ગઈ છે..

● ડેમ નિર્માણને 25 વર્ષથી વધુ સમય થયો હજુ સુધી ડેમને દરવાજા નથી લગાવામાં આવ્યા..

સુરેન્દ્રનગર નો ધોળી ધજા ડેમ સૌરાષ્ટ્ર ભરમાં પીવાનું પાણી પૂરું પાડી રહ્યો છે પાંચ જિલ્લાને જે ડેમમાંથી પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે ખેડૂતોને સિંચાઈ માટે પણ આ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે ડેમ નિર્માણ થયા ને 25 વર્ષ જેટલો સમયગાળો વીતી ગયો તે છતાં પણ હજુ સુધી ડેમ ઉપર દરવાજા જ નથી મૂકવામાં આવ્યા જેને લઈને ચોમાસા દરમિયાન જ્યારે ડેમ ઓવરફ્લો થાય ત્યારે ડેમનું પાણી ભોગાવો નદીમાં જતું રહે છે અને તે કોઈ ઉપયોગમાં નથી આવી રહ્યું આ ઉપરાંત નર્મદાની કેનાલો હાઈ લેવલ ઉપર ચલાવી હોય તો પહેલા ધોળી ધજા ડેમને 21 ફૂટ પાણીથી સપાટીથી ભરવો પડે એટલે ધોળીધજા ડેમ ઓવરફ્લો થઈ જાય છે ત્યારે પણ પાણીનો વ્યર્થ થઈ રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં તંત્ર દ્વારા પાણીનો વ્યય અટકાવવા ધોળી ધજા ડેમને દરવાજા મૂકવામાં આવે તેવી માંગ ઉઠી છે..

jeet

Recent Posts

પાટડી વર્ણીન્દ્રધામમાં અષ્ટમ મંગલ મહોત્સવનો પ્રારંભ

Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…

7 hours ago

લીંબડીના તળાવ મહોલ્લામાં દરજીની દુકાનમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ: કપડાં બળીને ખાખ

લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…

2 days ago

આણંદપુર પોલીસે સાલખડા પાસે બોલેરો કારમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપ્યો: 3,50,000નો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…

2 days ago

ચોટીલાના જય શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ તરીકે વરણી

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના તેજસ્વી યુવા અગ્રણી જય પંકજ શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપધ્યક્ષ (Vice…

2 days ago

ચોટીલામાં આચાર્ય ભાવચંદ્રજી સ્વામીનું ઐતિહાસિક મંગલ આગમન: જૈન સમાજમાં ભારે ઉત્સાહ

લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય (Acharya) ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું આગામી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ…

2 days ago

સુરેન્દ્રનગરમાં જૈન નાટક ‘વિરહથી વૈરાગ્ય સુધી’ની શાનદાર પ્રસ્તુતિ: 1,000થી વધુ દર્શકો ઉમટ્યા

સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ (Auditorium) ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 'વિરહથી વૈરાગ્ય સુધી' જૈન નાટકનું સફળ…

2 days ago