Categories: Uncategorized

સુરેન્દ્રનગરમાં ૭૮મો હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણ દિવસ ઉત્સાહભેર ઉજવાયો

સુરેન્દ્રનગર: દર વર્ષની જેમ, ૬ઠ્ઠી ડિસેમ્બરે ૭૮માં હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણ દિવસની ઉજવણી સુરેન્દ્રનગર ખાતે ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી. આ નિમિત્તે જિલ્લા હોમગાર્ડઝ કચેરી, સુરેન્દ્રનગર ખાતે શહેર યુનિટ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆત જિલ્લા કમાન્ડન્ટ યોગેશભાઈ બી. પંડયા દ્વારા ધ્વજ વંદનથી કરવામાં આવ્યું હતુ. આ ઉપરાંત, શહેરમાં રૂટ માર્ચ અને બાઇક રેલીનું આયોજન પણ કરાયું હતું. સામાજિક જવાબદારીના ભાગરૂપે સફાઈ અભિયાન અને વૃક્ષારોપણના કાર્યક્રમો પણ યોજાયા હતા, જે હોમગાર્ડઝના જવાનોની સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

આ ભવ્ય કાર્યક્રમમાં સુરેન્દ્રનગર શહેર યુનિટના કુલ ૨૦૦ હોમગાર્ડઝ સભ્યોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે ભૂતપૂર્વ જિલ્લા કમાન્ડન્ટ લલિતભાઈ ઠાકર, સ્ટાફ ઓફિસર પ્રદીપસિંહ પી. રાણા (પી.આર.ઓ.), કંપની કમાન્ડર કિશોરસિંહ જી. પરમાર, હેડ ક્લાર્ક વિજયભાઈ એસ. પરમાર, સબ ઇન્સ્પેક્ટર ઇન્સ્ટ્રકટર ચંદ્રસિંહ એચ. ડોડીયા, તેમજ એન.સી.ઓઝ અને મહિલા હોમગાર્ડઝ સભ્યો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આજના દિવસે જીલ્લાકક્ષા/ઝોનકક્ષા હોમગાર્ડઝ રમતોત્સવમાં વિજેતા બનેલા જવાનોને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. જિલ્લાના તમામ તાલુકા યુનિટોમાં પણ રૂટ માર્ચ, પ્રભાતફેરી, ધ્વજ વંદન, વૃક્ષારોપણ, સફાઇ અભિયાન જેવા સેવા કાર્યો યોજવામાં આવ્યા હતા. જિલ્લા કમાન્ડન્ટ યોગેશભાઈ બી. પંડયાએ તમામ યુનિટ અધિકારીઓનો આ સફળ આયોજન બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

jeet

Recent Posts

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…

5 days ago

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…

5 days ago

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…

5 days ago

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…

5 days ago

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…

5 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…

6 days ago