Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

ધ્રાંગધ્રા પાલિકા એક્શન મોડમાં: 1 કરોડની વેરા વસૂલાત માટે 1,500 બાકીદારોને નોટિસ, નળ કનેક્શન કાપવાની ચીમકી

surendranagarupdate1@gmail.com 16 March 2026
Dhrangadhra Tax Collection

ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા બાકી વેરાની વસૂલાત માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પાલિકાના મિલકત વેરો, પાણી વેરો અને લાઈટ વેરા પેટે લાંબા સમયથી અંદાજે 1 કરોડ રૂપિયાની રકમ બાકી હોવાથી માર્ચ મહિનાના અંત પૂર્વે ઉઘરાણી તેજ કરવામાં આવી છે.

ચીફ ઓફિસર મંન્ટીલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ પાલિકાની જુદી જુદી ટીમો બનાવીને અંદાજે 1,500 જેટલા બાકીદારોને રૂબરૂ મળીને તાત્કાલિક બિલ ભરપાઈ કરવા તાકીદ કરવામાં આવી છે.

નગરપાલિકાએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો બાકીદારો દ્વારા સમયસર વેરો ભરવામાં નહીં આવે, તો જરૂર પડ્યે તેમના નળ કનેક્શન કાપી નાખવા જેવી સખત કાર્યવાહી કરવામાં આવશે.

Join Our WhatsApp Group
આ ઝુંબેશને વધુ વ્યાપક બનાવવા માટે શહેરમાં રિક્ષા દ્વારા જાહેરાતો અને ઠેર-ઠેર બોર્ડ લગાવીને લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. પાલિકાની આ આક્રમક ઉઘરાણીને પગલે બાકીદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને વેરાના બિલ ભરવા માટે લોકોની દોડધામ વધી છે.

પાલિકાના કર્મચારીઓ દ્વારા વોર્ડ વાઈઝ લિસ્ટ તૈયાર કરી રૂબરૂ સંપર્ક શરૂ કરાતા વસૂલાતની કામગીરીમાં ગતિ આવી છે. તંત્રનો ઉદ્દેશ્ય નાણાકીય વર્ષના અંત સુધીમાં મહત્તમ બાકી રકમ જમા કરાવવાનો છે, જેથી શહેરના વિકાસ કામોમાં અવરોધ ન આવે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Dhrangadhra Nagarpalika ( ધ્રાંગધ્રા નગરપાલિકા)

Post navigation

Previous: સુરેન્દ્રનગરમાં ઉમિયા ટાઉનશીપમાં 2 કલાકમાં 3 મકાનમાં ચોરી, ₹4.84 લાખની મત્તા ચોરાઈ
Next: સાયલાના ચોરવીરામાં ગેરકાયદે કાર્બોસેલ ખનન પર પોલીસ ત્રાટકી, રૂ.10 લાખનો મુદ્દામાલ જપ્ત

Related News

સુરેન્દ્રનગર-ધાંગધ્રા હાઈવે પર રાજસીતાપુર નજીક આવેલું ફાટક 4 દિવસ રાત્રિ દરમિયાન બંધ રહેશે

સુરેન્દ્રનગર-ધાંગધ્રા હાઈવે પર રાજસીતાપુર નજીક આવેલું ફાટક 4 દિવસ રાત્રિ દરમિયાન બંધ રહેશે

user 2 8 April 2026
ik-jadeja-bjp-core-committee-darji-samaj-felicitation

પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની ભાજપ કોર કમિટીમાં નિયુક્તિ થઇ

surendranagarupdate1@gmail.com 5 April 2026
ધ્રાંગધ્રાના પુનિતનગરના મકાનમાંથી 2.53 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, આરોપી ફરાર

ધ્રાંગધ્રાના પુનિતનગરના મકાનમાંથી 2.53 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, આરોપી ફરાર

user 2 4 April 2026

Recent Post

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર SURE GARMI N

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર

12 May 2026
સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ BHOGAVA N

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ

12 May 2026
માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો MALVAN N

માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો

12 May 2026
રતનપર-મુળી રોડ પરથી દેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપાઈ; 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત MULI N

રતનપર-મુળી રોડ પરથી દેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપાઈ; 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત

12 May 2026
સુરેન્દ્રનગર: 5 મહિનાથી પગાર ન થતા સ્મશાનના કર્મચારીઓ લાલઘૂમ;  સ્મશાન બંધ કરવાની ચીમકી આપી SURE MNPA N

સુરેન્દ્રનગર: 5 મહિનાથી પગાર ન થતા સ્મશાનના કર્મચારીઓ લાલઘૂમ;  સ્મશાન બંધ કરવાની ચીમકી આપી

12 May 2026
સુરેન્દ્રનગર: હાઉસિંગ બોર્ડમાં કચરો સળગાવતા ઈલેક્ટ્રિક TCમાં લાગી આગ SURE AAG N

સુરેન્દ્રનગર: હાઉસિંગ બોર્ડમાં કચરો સળગાવતા ઈલેક્ટ્રિક TCમાં લાગી આગ

12 May 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add