ધ્રાંગધ્રા તાલુકાના ખાંભડા અને સોલડી સ્થિત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (KGBV) દ્વારા સંયુક્ત રીતે વાર્ષિકોત્સવ અને સ્નેહમિલન સમારોહનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ કચેરીના અધિકારીઓ, બી.આર.સી. અને સી.આર.સી. કો-ઓર્ડિનેટર્સ સહિત શૈક્ષણિક જગતના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન શાળાની બાળાઓ દ્વારા ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અને દેશભક્તિ જેવા વિષયો પર પ્રેરણાદાયી સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.
આ પ્રસંગે શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર તેજસ્વી તારલાઓ તેમજ શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓને મહાનુભાવોના હસ્તે શિલ્ડ એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત વક્તાઓએ આધુનિક ટેકનોલોજીના યુગમાં કન્યા શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો હતો.
કાર્યક્રમમાં રજૂ થયેલી કૃતિઓએ શિક્ષણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો સફળ પ્રયાસ કર્યો હતો, જેમાં વાલીઓ અને ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ વાર્ષિકોત્સવ દ્વારા દીકરીઓના સર્વાંગી વિકાસ અને શિક્ષણના પાયાને મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…