Dhrangadhra

ધ્રાંગધ્રા APMC ચૂંટણીમાં પૂર્વ ચેરમેન મહેશ પટેલ પર પસંદગી ઉતરે તેવી શક્યતા

Dhrangadhra APMC | ધ્રાંગધ્રા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (Dhrangadhra APMC)ની સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ ભવ્ય જીત નોંધાવી છે. કુલ 14માંથી 12 બેઠકો પર કબ્જો જમાવીને BJPએ પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે.

પરિણામો બાદ હવે સૌની નજર ચેરમેન પદની સરતાજ પસંદગી પર ટકેલી છે, જેમાં દાવેદારો વચ્ચે ખેંચતાણ શરૂ થઈ છે. અગાઉ Congress અને Aam Aadmi Party (AAP)માંથી થઈને BJPમાં જોડાયેલા વાઘજી પટેલ (Vaghji Patel)ને સ્થાન મળશે કે પછી APMCને પુનઃ ધમધમતી કરનાર પૂર્વ ચેરમેન Mahesh Patel પર પક્ષ પસંદગીનો કળશ ઢોળશે, તે અંગે ચર્ચાઓ ગરમ છે.

મહેશ પટેલ (Mahesh Patel) વર્ષ 2020-21માં ચેરમેન પદે ચૂંટાયા હતા અને તેમણે ધ્રાંગધ્રા APMCને નવજીવન આપી ખેડૂતોના પ્રશ્નો ઉકેલ્યા હતા.

બીજી તરફ, AAPમાંથી આવેલા વાઘજી પટેલ (Vaghji Patel)ને BJPમાં કોનું રાજકીય પીઠબળ કે ‘Godfather’ છે, તેને લઈને સ્થાનિક કાર્યકરોમાં ભારે ચર્ચા જાગી છે. વર્ષોથી પક્ષ સાથે જોડાયેલા Mahesh Patelને સાઈડલાઈન કરવાની ચાલી રહેલી પેરવીમાં પડદા પાછળથી કોણ સપોર્ટ કરી રહ્યું છે તે એક કૌતૂકનો વિષય બન્યો છે.

સ્થાનિક ખેડૂતોમાં માંગ પ્રબળ બની છે કે પક્ષપલટુ નેતાને બદલે સંસ્થાને સક્ષમ બનાવનાર અને પક્ષને સમર્પિત Mahesh Patelને ચેરમેન બનાવાય. હવે BJP High Command કોના પર પસંદગી ઉતારે છે તેના પર સૌની નજર છે.

surendranagarupdate1@gmail.com

Recent Posts

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…

5 days ago

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…

5 days ago

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…

5 days ago

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…

5 days ago

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…

5 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…

5 days ago