Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

ભાજપ શહેર સંગઠન મંત્રીના પુત્રને છરી બતાવી ત્રણ શખ્સોએ રૂ.50 હજાર લૂંટયા

user 2 26 February 2026
SU Logo

ધ્રાંગધ્રા નગરપાલિકાના પૂર્વ સુધરાઈ સભ્ય જીવાભાઇ સોલંકીના પુત્રને ત્રણ શખ્સો દ્વારા ધમકી આપી છરી બતાવી 50 હજાર લૂંટી લીધા હતા. બનાવ અંગે પોલીસે ત્રણ શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ધ્રાંગધ્રા નગરપાલિકાના પૂર્વ સુધરાઈ સભ્ય અને ભાજપ શહેર સંગઠનના વર્તમાન મંત્રી જીવાભાઇ સોલંકીના પુત્ર પ્રતિકભાઇ શહેરની મુખ્ય બજારમાં આવેલ પોતાની ઇલેક્ટ્રિકની દુકાન બંધ કરી પોતાના બુલેટ પર ઘર તરફ જઈ રહ્યાં હતા.

Join Our WhatsApp Group

દરમિયાન હરીપર રોડ પર આવેલ રેલવે નાળા પાસે ઉભેલ નિલેશ કાંતિભાઈ રાઠોડ, અશ્વિન લાલાભાઇ સોલંકી તથા વિજય સુરેશભાઈ વાઘેલા દ્વારા હાથમાં છરી અને ધારિયું લઇ યુવકનું બુલેટ અટકાવ્યું હતું. અને બુલેટ ચલાવવાનું બંધ કરી દે તેમ જણાવી ખીસ્સામાં રહેલા રોકડ રૂ.50,000 બળજબરી પૂર્વક કાઢી નાશી છુટયા હતા જ્યારે યુવકે બીકના માર્યા ઘરે જઈ પોતાના ભાઈને આ બાબતની જાણ કરી હતી તે સમયે નિલેશભાઈ કાંતિભાઈ રાઠોડનો ફોન આવ્યો હતો અને જેમ તેમ બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેને લઇ ભોગ બનનાર યુવકે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથક ખાતે ત્રણેય શખ્સો વિરુધ ગુનો નોંધાવતા સ્થાનિક પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: લીંબડી ડીવાયએસપી કચેરી ખાતે રેન્જ આઈજી દ્વારા દ્વિ-વાર્ષિક ઇન્સ્પેક્શન અને નવી પોલીસ ચોકીનું ઉદ્ઘાટન
Next: ધ્રાંગધ્રા: દેવળીયા ગામના શખ્સે ખેત મજૂર મહિલાની છેડતી કરી આપી ધમકી

Related News

DHDR N

ધ્રાંગધ્રા: વિશાલ ચેમ્બર્સ કૌભાંડી ભરત મેવાડાએ મિત્રના 27 તોલા સોનાના દાગીના અને 2 લાખ પડાવ્યા

User 3 20 May 2026
DHDR N

ધ્રાંગધ્રામાં વેપારીઓ સાથે 90 લાખની છેતરપિંડી આચરનાર ભરત મેવાડા ઝડપયો, 3 દિવસના રિમાન્ડ મંજૂર

User 3 20 May 2026
DD KHEDUT N

ધ્રાંગધ્રાના કોંઢ ગામે પાવરગ્રીડ કંપની સામે ખેડૂતોનો આક્રોશ: 12 મુદ્દાની માંગ સાથે આંદોલનની ચીમકી

User 3 18 May 2026

Recent Post

દેદાદરા પાસે કાર ખાડામાં ખાબકી: ચાલક અને નાની બાળકીનો આબાદ બચાવ, જાનહાનિ ટળી LAKHTR N

દેદાદરા પાસે કાર ખાડામાં ખાબકી: ચાલક અને નાની બાળકીનો આબાદ બચાવ, જાનહાનિ ટળી

20 May 2026
ધ્રાંગધ્રા: વિશાલ ચેમ્બર્સ કૌભાંડી ભરત મેવાડાએ મિત્રના 27 તોલા સોનાના દાગીના અને 2 લાખ પડાવ્યા DHDR N

ધ્રાંગધ્રા: વિશાલ ચેમ્બર્સ કૌભાંડી ભરત મેવાડાએ મિત્રના 27 તોલા સોનાના દાગીના અને 2 લાખ પડાવ્યા

20 May 2026
સુરેન્દ્રનગર: ખેરાળી ચોકડી પાસેથી 315 લીટર દેશી દારૂ સાથે એકને ઝડપ્યો WADHVAN N

સુરેન્દ્રનગર: ખેરાળી ચોકડી પાસેથી 315 લીટર દેશી દારૂ સાથે એકને ઝડપ્યો

20 May 2026
ધ્રાંગધ્રામાં વેપારીઓ સાથે 90 લાખની છેતરપિંડી આચરનાર ભરત મેવાડા ઝડપયો, 3 દિવસના રિમાન્ડ મંજૂર DHDR N

ધ્રાંગધ્રામાં વેપારીઓ સાથે 90 લાખની છેતરપિંડી આચરનાર ભરત મેવાડા ઝડપયો, 3 દિવસના રિમાન્ડ મંજૂર

20 May 2026
સુરેન્દ્રનગરમાં પોલીસ અને PGVCLનું મેગા કોમ્બિંગ: 84 ઘરોમાંથી 1.25 કરોડની વીજ ચોરી ઝડપાઈ SURE VIJ N

સુરેન્દ્રનગરમાં પોલીસ અને PGVCLનું મેગા કોમ્બિંગ: 84 ઘરોમાંથી 1.25 કરોડની વીજ ચોરી ઝડપાઈ

20 May 2026
સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાંથી ફરી પશુઓના અવશેષો મળતા જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ, ગેરકાયદે કતલખાના બંધ કરવા માંગ BHOGAVO NADI NEW

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાંથી ફરી પશુઓના અવશેષો મળતા જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ, ગેરકાયદે કતલખાના બંધ કરવા માંગ

20 May 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add