વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકપ્રિય કાર્યક્રમ ‘મન કી બાત’માં આ વખતે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ભરાડા ગામની દીકરી પાયલબેન મુંજપરા ચમક્યા છે. પાયલબેન ‘સેવા’ સંસ્થા સાથે જોડાઈને સોલાર ફિટિંગ કમ હેલ્પર તરીકેની વિશેષ તાલીમ લીધા બાદ પીએમ સૂર્ય ઘર યોજનામાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. તેઓ ઘરે-ઘરે જઈને લોકોને સૌર ઊર્જાના ફાયદા સમજાવે છે અને સોલાર પેનલ ફિટિંગનું કામ કરીને આર્થિક રીતે સ્વનિર્ભર બન્યા છે.
વડાપ્રધાને પાયલબેનના આ ઉત્કૃષ્ટ કાર્યની સરાહના કરતા જણાવ્યું હતું કે, પાયલબેન માત્ર પોતે જ રોજગારી નથી મેળવી રહ્યા, પરંતુ અન્ય મહિલાઓને પણ તાલીમ આપીને સ્વનિર્ભર બનવા પ્રેરિત કરી રહ્યા છે. રવિવારે પ્રસારિત થયેલા કાર્યક્રમમાં પાયલબેનના સંઘર્ષ અને સફળતાની ગાથા દેશભરના શ્રોતાઓ સુધી પહોંચી હતી.
કેન્દ્ર સરકારની સોલાર યોજનાને જન-જન સુધી પહોંચાડવામાં પાયલબેન જેવી મહિલાઓનો ફાળો મહત્વનો છે. આ ગૌરવશાળી સિદ્ધિ બદલ ભરાડા ગામ સહિત સમગ્ર ઝાલાવાડમાં હર્ષની લાગણી ફેલાઈ છે. પીએમ મોદીએ અન્ય મહિલાઓને પણ સરકારી યોજનાઓનો લાભ લઈ આત્મનિર્ભર બનવા આહવાન કર્યું હતું.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…