સુરેન્દ્રનગર | ધ્રાંગધ્રા તાલુકામાં 108 (Emergency Service)ની ટીમે સમયસૂચક કામગીરી કરીને રસ્તામાં જ સફળ (Delivery) કરાવી માતા અને નવજાત શિશુનો જીવ બચાવ્યો છે. સોલડી ગામની ગર્ભવતી મહિલા લીલાબેનને અચાનક પ્રસૂતિ પીડા ઉપડતા તેમને સુરેન્દ્રનગર સારવાર માટે ખસેડવામાં આવી રહ્યા હતા.
ખાંભડા ગામ નજીક પહોંચતા મહિલાની સ્થિતિ ગંભીર બનતા 108 એમ્બ્યુલન્સના પાયલોટ હરપાલસિંહે વાહનને સુરક્ષિત રીતે રોડ સાઇડ પર ઊભું રાખ્યું. ત્યારબાદ ઇએમટી (EMT) સુરેશભાઈ ચૌધરીએ જરૂરી તબીબી વ્યવસ્થા ગોઠવી એમ્બ્યુલન્સમાં જ પ્રસૂતિ પ્રક્રિયા હાથ ધરી હતી. ટીમની સૂઝબૂઝ અને તાલીમના કારણે સફળ ડિલિવરી કરાવવામાં આવી હતી.
પ્રસૂતિ બાદ માતા અને નવજાત શિશુ બંને સ્વસ્થ હોવાનું તબીબોએ જણાવ્યું છે. બંનેને વધુ સારવાર અને નિરીક્ષણ માટે સુરેન્દ્રનગરની (Gandhi Hospital) ખાતે ખસેડવામાં આવ્યા છે.આ કટોકટીની પળે 108 ટીમે બજાવેલી ફરજને પરિવારજનો તથા સ્થાનિકોએ બિરદાવી છે. જિલ્લામાં 108 ઇમરજન્સી સેવા ફરી એકવાર સગર્ભા મહિલાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…