Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

દસાડાના રણમાં અગરિયા હિત રક્ષક મંચની બેઠકમાં વાવાઝોડાથી થયેલા નુકસાન સામે 2 લાખની સહાયની માંગ

user 2 24 March 2026
દસાડાના રણમાં અગરિયા હિત રક્ષક મંચની બેઠકમાં વાવાઝોડાથી થયેલા નુકસાન સામે 2 લાખની સહાયની માંગ

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા પંથકમાં તાજેતરમાં આવેલા મીની વાવાઝોડા અને કમોસમી વરસાદે અગરિયાઓના જીવનમાં મુશ્કેલીઓ ઉભી કરી છે. આ કુદરતી આફતને કારણે મીઠું પકવતા અગરિયાઓના સોલાર પેનલ, રહેણાંક ઝૂંપડા અને તૈયાર થયેલા મીઠાના જથ્થાને વ્યાપક નુકસાન પહોંચ્યું છે.

આ ગંભીર સ્થિતિની સમીક્ષા કરવા માટે રણમાં આવેલ વચ્છરાજ દાદાના મંદિર ખાતે ‘અગરિયા હિત રક્ષક મંચ’ની અધ્યક્ષતામાં એક વિશાળ સભા યોજાઈ હતી, જેમાં 500 થી વધુ અગરિયાઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Join Our WhatsApp Group

બેઠકમાં રજૂઆત કરવામાં આવી હતી કે વાવાઝોડાના કારણે અગરિયા દીઠ અંદાજે 2 લાખ રૂપિયાનું આર્થિક નુકસાન થયું છે. અગરિયા આગેવાનોએ આક્ષેપ કર્યો છે કે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવા છતાં હજુ સુધી સરકાર દ્વારા કોઈ હકારાત્મક પ્રતિસાદ કે સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી નથી.

એટલું જ નહીં, વહીવટી તંત્ર દ્વારા નુકસાનીનો કોઈ સત્તાવાર સર્વે પણ હાથ ધરવામાં આવ્યો નથી. અગરિયા હિત રક્ષક મંચના પ્રમુખે તાત્કાલિક ધોરણે સહાયનો પરિપત્ર જાહેર કરવા અને પિડીત પરિવારોને વળતર ચૂકવવા માંગ કરી છે. જો સરકાર દ્વારા વહેલી તકે પગલાં લેવામાં નહીં આવે, તો અગરિયા સમુદાય આગામી સમયમાં રજૂઆતના અન્ય માર્ગો અપનાવશે તેવી પણ ચર્ચા કરવામાં આવી હતી.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: ધ્રાંગધ્રામાં વીજ પુરવઠો ખોરવાતા ખેડૂતોનો PGVCL કચેરીએ હલ્લાબોલ: આંદોલનની ચીમકી
Next: ધ્રાંગધ્રાના ખાંભડા KGBVમાં વાર્ષિકોત્સવની ઉજવણી: તેજસ્વી ને ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓનું સન્માન

Related News

jainabad highway chakka jam

ખેતરોમાં વીજપોલ ઊભા કરવાના વિરોધમાં જૈનાબાદ-બહુચરાજી હાઈવે ચક્કાજામ, ખેડૂતો અને કૉંગ્રેસ નેતાઓની ધરપકડ

surendranagarupdate1@gmail.com 30 June 2026
dasada-lake-illegal-soil-mineral-theft-surendranagar

દસાડાના તળાવમાંથી બેફામ માટીની ખનીજ ચોરી: ખાણ ખનીજ વિભાગ ઘોર નિંદ્રામાં

surendranagarupdate1@gmail.com 28 June 2026
Vanod GIDC Visit

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરની વણોદ GIDCની મુલાકાત: 2017થી ઉદ્યોગો વગર સૂની પડેલી GIDC શરૂ કરવા આપ્યા કડક આદેશ

surendranagarupdate1@gmail.com 24 June 2026

Recent Post

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ Ration Kit Distribution

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

12 July 2026
સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા surendranagar-district-collector-inspection-chotila-school

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા

11 July 2026
સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી surendranagar-sog-police-raid-rat-trap-sellers-raj-store

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

11 July 2026
ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ Dhrangadhra Navodaya Vidyalaya Admission

ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ

10 July 2026
વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ Nalsarovar Fishing Ban

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

10 July 2026
સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા Surendranagar Traffic Issue

સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા

10 July 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add