Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

દસાડા: બજાણા ફાટક પાસે ડમ્પર અને ST બસ વચ્ચે અકસ્માત, વાહન ચાલકો ઇજાગ્રસ્ત

user 2 30 March 2026
દસાડા: બજાણા ફાટક પાસે ડમ્પર અને ST બસ વચ્ચે અકસ્માત, વાહન ચાલકો ઇજાગ્રસ્ત

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના બજાણા રેલ્વે ફાટક પાસે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. અહીં એક પુરપાટ ઝડપે આવી રહેલા ડમ્પર અને એસ.ટી. (ST) બસ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી.

આ અકસ્માત એટલો પ્રચંડ હતો કે બંને વાહનોના આગળના ભાગનો કુરચો બોલી ગયો હતો. અકસ્માતમાં એસ.ટી. બસના ચાલક અને ડમ્પર ચાલક બંનેને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Join Our WhatsApp Group

આ એસ.ટી. બસ 31 માર્ચ 2026 ના રોજ યોજાનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ માટે ફાળવવામાં આવી હતી. બસ કાર્યક્રમના સ્થળ પર પૂર્વ તૈયારી રૂપે જઈ રહી હતી તે દરમિયાન બજાણા ફાટક પાસે આ દુર્ઘટના ઘટી હતી. સદનસીબે, અકસ્માત સમયે બસમાં કોઈ મુસાફરો સવાર ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે, જે એક રાહતના સમાચાર છે.

અકસ્માતને પગલે હાઈવે પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને વાહનોની લાંબી કતારો લાગતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને ક્રેઈનની મદદથી વાહનોને હટાવી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. હાલમાં દસાડા પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વડાપ્રધાનના કાર્યક્રમ પહેલા જ સરકારી બસને નડેલા અકસ્માતે વહીવટી તંત્રમાં પણ દોડધામ મચાવી દીધી છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: ધ્રાંગધ્રા DCW કંપનીના સંચાલકોને કોર્ટમાં હાજર થવા આદેશ
Next: વિરમગામ-સુરેન્દ્રનગર હાઇવે પર ચોટીલા દર્શનાર્થે જતા પદયાત્રીઓનું ઘોડાપુર

Related News

DASADA KHARA N

દસાડાના ખારાઘોડામાં ડીઝલની અછતથી મીઠા ઉદ્યોગ ઠપ્પ થવાના આરે, વાહનચાલકો પરેશાન

User 3 20 May 2026
Surendranagar Update New Logo

દસાડાના ખારાઘોડામાં SBI બેંકમાં મહિનાઓથી પ્રિન્ટર બંધ, ખાતેદારો અને શ્રમિકો પરેશાન

user 2 5 April 2026
પાટડીના બજાણા અને સવલાસમાં સરકારી જમીનમાંથી બેફામ રેતીચોરી

પાટડીના બજાણા અને સવલાસમાં સરકારી જમીનમાંથી બેફામ રેતીચોરી

user 2 3 April 2026

Recent Post

દેદાદરા પાસે કાર ખાડામાં ખાબકી: ચાલક અને નાની બાળકીનો આબાદ બચાવ, જાનહાનિ ટળી LAKHTR N

દેદાદરા પાસે કાર ખાડામાં ખાબકી: ચાલક અને નાની બાળકીનો આબાદ બચાવ, જાનહાનિ ટળી

20 May 2026
ધ્રાંગધ્રા: વિશાલ ચેમ્બર્સ કૌભાંડી ભરત મેવાડાએ મિત્રના 27 તોલા સોનાના દાગીના અને 2 લાખ પડાવ્યા DHDR N

ધ્રાંગધ્રા: વિશાલ ચેમ્બર્સ કૌભાંડી ભરત મેવાડાએ મિત્રના 27 તોલા સોનાના દાગીના અને 2 લાખ પડાવ્યા

20 May 2026
સુરેન્દ્રનગર: ખેરાળી ચોકડી પાસેથી 315 લીટર દેશી દારૂ સાથે એકને ઝડપ્યો WADHVAN N

સુરેન્દ્રનગર: ખેરાળી ચોકડી પાસેથી 315 લીટર દેશી દારૂ સાથે એકને ઝડપ્યો

20 May 2026
ધ્રાંગધ્રામાં વેપારીઓ સાથે 90 લાખની છેતરપિંડી આચરનાર ભરત મેવાડા ઝડપયો, 3 દિવસના રિમાન્ડ મંજૂર DHDR N

ધ્રાંગધ્રામાં વેપારીઓ સાથે 90 લાખની છેતરપિંડી આચરનાર ભરત મેવાડા ઝડપયો, 3 દિવસના રિમાન્ડ મંજૂર

20 May 2026
સુરેન્દ્રનગરમાં પોલીસ અને PGVCLનું મેગા કોમ્બિંગ: 84 ઘરોમાંથી 1.25 કરોડની વીજ ચોરી ઝડપાઈ SURE VIJ N

સુરેન્દ્રનગરમાં પોલીસ અને PGVCLનું મેગા કોમ્બિંગ: 84 ઘરોમાંથી 1.25 કરોડની વીજ ચોરી ઝડપાઈ

20 May 2026
સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાંથી ફરી પશુઓના અવશેષો મળતા જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ, ગેરકાયદે કતલખાના બંધ કરવા માંગ BHOGAVO NADI NEW

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાંથી ફરી પશુઓના અવશેષો મળતા જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ, ગેરકાયદે કતલખાના બંધ કરવા માંગ

20 May 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add