Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

દસાડામાં AAPની સેન્સ પ્રક્રિયામાં ઉમેદવારોની યોગ્યતાને બદલે ‘આર્થિક ક્ષમતા’ પર ભાર મૂકાતા કાર્યકરોમાં રોષ

user 2 30 March 2026
દસાડામાં AAPની સેન્સ પ્રક્રિયામાં ઉમેદવારોની યોગ્યતાને બદલે ‘આર્થિક ક્ષમતા’ પર ભાર મૂકાતા કાર્યકરોમાં રોષ

સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. દસાડા વિધાનસભા વિસ્તારમાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

જોકે, આ પ્રક્રિયા દરમિયાન પક્ષના નેતાઓએ ઉમેદવારોની લોકપ્રિયતા કે કામગીરીને બદલે તેમની આર્થિક સ્થિતિ પર સવાલો કરતા મોટો વિવાદ સર્જાયો છે. બંધ બારણે યોજાયેલી આ બેઠકમાં ઈચ્છુક ઉમેદવારોને “ચૂંટણીમાં કેટલો ખર્ચ કરી શકશો?” તેવા પ્રશ્નો પૂછાતા કાર્યકરોમાં ગણગણાટ શરૂ થયો છે.

Join Our WhatsApp Group

ચાલુ વર્ષે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાવાનો છે, ત્યારે AAP દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવાની કવાયત તેજ કરી છે. દસાડામાં પ્રદેશ અને જિલ્લા કક્ષાના નેતાઓ સમક્ષ જ્યારે કાર્યકરો સેન્સ આપવા પહોંચ્યા, ત્યારે તેમને પક્ષ માટેના સમર્પણને બદલે નાણાકીય પાસાઓ વિશે પૂછપરછ કરવામાં આવી હતી.

નિયમ મુજબ લોકસેવા કરતા અને જનતાની વચ્ચે રહેતા કાર્યકરોને પ્રાધાન્ય આપવાની સૂચના હોવા છતાં, આર્થિક આકારણીને મહત્વ અપાતા પક્ષની આંતરિક શિસ્ત પર સવાલો ઉઠ્યા છે.

આ ઘટનાને પગલે દસાડા AAPના વફાદાર કાર્યકરોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. કાર્યકરોનું કહેવું છે કે જો માત્ર આર્થિક સધ્ધરતા જોઈને જ ટિકિટ આપવામાં આવશે, તો સામાન્ય અને મહેનતુ કાર્યકર અન્યાયનો ભોગ બનશે.

હજુ ઉમેદવારોના નામ નક્કી થાય તે પહેલા જ “કેટલા રૂપિયા ખર્ચશો?” જેવા સવાલોએ વિવાદને ચરમસીમાએ પહોંચાડ્યો છે. આ વિવાદની અસર આગામી ચૂંટણી પ્રચાર અને સંગઠનની એકતા પર પડી શકે તેમ છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: થાનના જામવાડીમાં દીપડાએ ગાયનું મારણ કરતા પશુપાલકોમાં ફફડાટ
Next: લીંબડીમાં ભારે પવનથી પદયાત્રી સેવા કેમ્પનો મંડપ તૂટ્યો: આરામ કરી રહેલા બે યાત્રિકો દબાયા

Related News

Gediya Encounter Case

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

surendranagarupdate1@gmail.com 26 August 2026
Rajkot Range IG Team Seized Foreign Liquor and Car in Dasada Raid

દસાડા પાસે 455 બોટલ વિદેશી દારૂ સાથે બુટલેગર ઝડપાયો, બે સામે ગુનો

surendranagarupdate1@gmail.com 25 August 2026
Patdi Lok Mela Fair setup near Adhyashakti Temple

પાટડી નગરપાલિકા દ્વારા પ્રથમ વખત પાંચ દિવસીય લોકમેળાનું આયોજન

surendranagarupdate1@gmail.com 21 August 2026

Recent Post

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે Gediya Encounter Case

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

26 August 2026
મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો Muli Taluka Village Pond Filled With Dholidhaja Canal Water Project

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

26 August 2026
સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો Rajkot Range Police Arrested Cyber Fraud Accused Saif Valdariya Near Surendranagar Riverfront

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

26 August 2026
રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત dhrangadhra-Taluka-police-raid-rajpar-village-gambling-arrests

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

26 August 2026
ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો Surendranagar LCB Police Seized Foreign Liquor Stock Hidden in Truck Tank Near Chotila Janivadla Village-1

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

26 August 2026
સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત Surendranagar Ration Shop Shortage Issue and People Waiting for Grain Supply

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

26 August 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add