Chotila

ખનીજ માફિયાઓ પર ધાક બેસાડનાર ચોટીલા પ્રાંત અધિકારી એચ. ટી. મકવાણાની મહીસાગર બદલી

સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાનો ચોટીલા (Chotila), થાનગઢ (Thangadh) અને મુળી (Muli) વિસ્તાર એક સમયે ગેરકાયદેસર ખનીજ ચોરી (illegal mining) માટે જાણીતો હતો. આ પાંચાળ પ્રદેશમાં ખનીજ માફિયાઓ જમીનમાં ઊંડી સુરંગો બનાવીને બેફામ ખોદકામ કરતા હતા. આ પરિસ્થિતિ વચ્ચે ગુજરાત મુલ્કી સેવા (GAS) ના કડક અધિકારી અને ચોટીલાના ડેપ્યુટી કલેક્ટર (Deputy Collector) એચ. ટી. મકવાણાએ (H. T. Makwana) વહીવટી તંત્રની ધાક બેસાડીને Rs 1,000 crore થી વધુની ખનીજ ચોરી ઝડપી પાડી ઐતિહાસિક કામગીરી કરી હતી.

પોતાના 2 years ના સફળ કાર્યકાળ દરમિયાન તેમણે ભૂ-માફિયાઓ સામે પાસા (PASA), તડીપાર અને લેન્ડ ગ્રેબિંગ એક્ટ (Land Grabbing Act) હેઠળ કડક કાર્યવાહી કરી હતી. ખનીજ ચોરી ઉપરાંત હાઇવે પર ચાલતી બાયોડીઝલ (biodiesel) અને કેમિકલની ચોરી, ગેરકાયદેસર લાકડાનો સપ્લાય તેમજ કેમિકલ ફેક્ટરીઓ (chemical factories) સામે પણ દરોડા પાડ્યા હતા. ચોટીલા માતાજીના મંદિર નજીકના અને સાથણીની જમીનો પરના ગેરકાયદે દબાણો તોડી પાડીને સરકારી જમીનો મુક્ત કરાવી હતી.

પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલામાં લાખો પદયાત્રીઓ માટે સલામતી અને મેળાઓ દરમિયાન કાયદો-વ્યવસ્થાનું સફળ આયોજન કરવામાં તેમની ભૂમિકા મહત્વની રહી હતી. ખેડૂતો અને સામાન્ય નાગરિકોના જમીન-મહેસૂલના પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ લાવીને તેમણે પ્રજાભિમુખ વહીવટ પૂરો પાડ્યો હતો.

રાજ્ય સરકારની વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે હવે એચ. ટી. મકવાણાની બદલી મહિસાગર (Mahisagar) કલેક્ટર કચેરી ખાતે ડેપ્યુટી કલેક્ટર-1 તરીકે કરવામાં આવી છે. તેમના સ્થાને વડોદરાથી (Vadodara) શૈલેષ કલસારિયાને (Shailesh Kalsariya) ચોટીલા પ્રાંત અધિકારી તરીકે મૂકવામાં આવ્યા છે. નાના અને મધ્યમ વર્ગના લોકોને ન્યાય અપાવનાર પરિણામલક્ષી અધિકારીની બદલી થતાં સમગ્ર પંથકના સ્થાનિક લોકોમાં શોક અને અસંતોષની લાગણી ફેલાઈ છે.

એચ.ટી.મકવાણાનું વતન બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાનું લવાણા ગામ છે. તેમના પરિવારમાં માતા-પિતા, બે બહેનો, એક ભાઇ, પત્ની અને 2 બાળકો છે. માતા-પિતા ગામડે ખેતીકામ કરે છે. બહેનો સાસરે ખેતીકામ કરે છે. નાનો ભાઇ ફિઝિયોથેરાપીનો અભ્યાસ પૂરો કરીને પ્રાઇવેટ પ્રેક્ટિસ કરે છે. જ્યારે પત્ની હાઉસ વાઇફ છે.

તેમણે લવાણા ગામમાં પ્રાથમિક શિક્ષણ લીધું. ધોરણ 8થી 10નો અભ્યાસ લવાણામાં લોક નિકેતન વિનય મંદિરમાં કર્યો. ધોરણ 11, 12નો અભ્યાસ થરાદના ગાયત્રી વિદ્યાલયમાં કર્યો. 12 સાયન્સ પૂરું કર્યા પછી ખંભાતથી ડિપ્લોમા ફાર્મસી કર્યું. ડી ટુ ડી પરીક્ષા આપી અમદાવાદની એલ.એમ. કોલેજ ઓફ ફાર્મસીમાંથી બેચલર ઓફ ફાર્મસી અને માસ્ટર ઓફ ફાર્મસી કર્યું છે. 7મા ધોરણમાં અભ્યાસ દરમિયાન તેમની પાસે ફી ભરવાના 526 રૂપિયા નહોતા એટલે તેમણે અભ્યાસ છોડી દીધો હતો. બાદમાં શાળાના શિક્ષકો અને સ્થાપકે ફીની રકમની વ્યવસ્થા કરી આપતા તેમણે ફરીથી અભ્યાસ શરૂ કર્યો હતો.

અભ્યાસ પૂરો કર્યા બાદ તરત સરકારી નોકરીની ભરતી આવી, જેમાં તેઓ મેરિટ બેઝ પર ફાર્માસિસ્ટ તરીકે લાગી ગયા હતા. થોડો સમય રાપરના પલાસવા ખાતે CHCમાં નોકરી કરી, ત્યાંથી ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં નોકરી કરી. એ પછી UPSC, GPSCની તૈયારી ચાલુ કરી. વર્ષ 2017-18થી ફરી સરકારી નોકરી શરૂ કરી હતી.

‘પહેલીવાર GPSC પરીક્ષા પાસ કરીને તેઓ આદિજાતિ વિકાસ વિભાગમાં છોટાઉદેપુરમાં આશ્રમ શાળા અધિકારી અને ઇન્ચાર્જ તકેદારી અધિકારી જોડાયા હતા. દોઢ વર્ષ બાદ 2017-18માં ફરી GPSC પરીક્ષા આપીને સીધા ડેપ્યુટી કલેક્ટર બન્યા. 2019માં પોસ્ટિંગ મળ્યું હતું.’

‘પહેલી ટ્રાયલે GPSCમાં પાસ થઇ ગયા હતા, પરંતુ ત્યારે ડેપ્યુટી કલેક્ટર બની ન શક્યો એનું દુઃખ હતું. એ સમયે GPSCની પરીક્ષા 5 વર્ષે આવતી. એક ઇન્ટરવ્યુંમાં તેમણે જણાવ્યું હતું કે મને એમ કે ફરી પરીક્ષા ક્યારે આવશે, પણ પરીક્ષાનું શિડ્યૂલ ફટાફટ બનતું હતું. ત્યારે એક્ઝામ પણ આવી ગઇ અને એક વર્ષમાં 3 તબક્કા પણ પૂર્ણ થઇ ગયા. બીજી ટ્રાયલે ડેપ્યુટી કલેક્ટર બની ગયો.’

surendranagarupdate1@gmail.com

Recent Posts

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…

5 days ago

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…

5 days ago

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…

5 days ago

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…

5 days ago

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…

5 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…

5 days ago