Dhrangadhra

ધ્રાંગધ્રાના નરાલી ગામમાં આર્મી જવાનના અંતિમ સંસ્કાર, ભારે હૃદયથી વિદાય

ધ્રાંગધ્રાના નરાળી ગામે આર્મી જવાનની અંતિમયાત્રા ભારે થી હૈયે વિદાય

આર્મી અધિકારીઓ પરીવારજનો ગ્રામજનોની વચ્ચે ગાર્ડ ઓફ ઓનર અપાયુ

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના નરાળી ગામના વતની અને દેશની રક્ષા માટે સરહદ પર ફરજ બજાવતા આર્મી જવાન મુલાડીયા વહાણભાઈ શવજીભાઈનું જમ્મુ-કાશ્મીરમાં ફરજ દરમિયાન નિધન થયું છે. જમ્મુ-કાશ્મીર ખાતે ફરજ પર હતા ત્યારે વહાણભાઈ વાયરલ ઇન્ફેક્શનનો ભોગ બન્યા હતા. તેમની તબિયત વધુ ગંભીર બનતાં તેમનું અવસાન થયું હતું. દેશ માટે ફરજ દરમિયાન અવસાન થવાને કારણે તેમને ‘શહીદ’નો દરજ્જો મળ્યો છે.

વીર શહીદ જવાનના પાર્થિવ દેહને તેમના વતન નરાળી ગામે અંતિમ સંસ્કાર માટે લાવવામાં આવ્યો હતો. શહીદ જવાન વહાણભાઈની અંતિમ યાત્રા ધ્રાંગધ્રાના કુડા ચોકડીથી નરાળી ગામ સુધી કાઢવામાં આવી હતી. દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર જવાનને શ્રદ્ધાંજલિ આપવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આર્મી જવાનની અંતિમ યાત્રા દરમિયાન આખું ગામ શોકમગ્ન બની ગયું હતું.

ધ્રાંગધ્રા તાલુકાના નરાળી ગામમાં જ્યારે શહીદ જવાનનો પાર્થિવ દેહ પહોંચ્યો ત્યારે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. ગામના લોકોએ ભારે હૃદયે પોતાના વીર સપૂતને વિદાય આપી હતી. અંતિમ યાત્રામાં ‘શહીદ વહાણભાઈ અમર રહો’ના નારા ગુંજ્યા હતા. શહીદ જવાનને અંતિમ સલામી આપવા માટે આર્મીના જવાનો સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. વહાણભાઈના નિધનથી માત્ર નરાળી ગામ જ નહીં, પરંતુ સમગ્ર પંથકમાં શોકની ગહેરી લાગણી પ્રસરી ગઈ છે. દેશની રક્ષા કરતા શહીદ થયેલા વહાણભાઈ મુલાડીયાએ પોતાના બલિદાનથી સમગ્ર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

jeet

Share
Published by
jeet

Recent Posts

પાટડી વર્ણીન્દ્રધામમાં અષ્ટમ મંગલ મહોત્સવનો પ્રારંભ

Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…

3 hours ago

લીંબડીના તળાવ મહોલ્લામાં દરજીની દુકાનમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ: કપડાં બળીને ખાખ

લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…

2 days ago

આણંદપુર પોલીસે સાલખડા પાસે બોલેરો કારમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપ્યો: 3,50,000નો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…

2 days ago

ચોટીલાના જય શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ તરીકે વરણી

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના તેજસ્વી યુવા અગ્રણી જય પંકજ શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપધ્યક્ષ (Vice…

2 days ago

ચોટીલામાં આચાર્ય ભાવચંદ્રજી સ્વામીનું ઐતિહાસિક મંગલ આગમન: જૈન સમાજમાં ભારે ઉત્સાહ

લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય (Acharya) ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું આગામી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ…

2 days ago

સુરેન્દ્રનગરમાં જૈન નાટક ‘વિરહથી વૈરાગ્ય સુધી’ની શાનદાર પ્રસ્તુતિ: 1,000થી વધુ દર્શકો ઉમટ્યા

સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ (Auditorium) ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 'વિરહથી વૈરાગ્ય સુધી' જૈન નાટકનું સફળ…

2 days ago