અકસ્માતમાં કારમાં સવાર 5 લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા..
સુરેન્દ્રનગર જિલ્લામાં અમદાવાદ લીંબડી હાઇવે ઉપર અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર નો અમદાવાદ લીંબડી હાઇવે છે તે અકસ્માતનો એપિક સેન્ટર બની ગયું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી અમદાવાદ હાઇવે ઉપર આવેલા કટારીયા ગામ ચેકપોસ્ટ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે જેમાં બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા મહિલાનું ઘટના સ્થળે મોત નીપજવા પામ્યું છે અને પાંચ લોકોને ઈજાઓ પહોંચી છે..
કટારીયા ચેકપોસ્ટ ઉપર બે કાર ધડાકા છે જેમાં બોલેરો પીકપ કાર અને તેની સામે અન્ય કાર અથડાઈ જવા પામી છે જેમાં ઘટના સ્થળે મહિલાનું મોત નીપજવા પામ્યું છે જોકે અન્ય પાંચ મહિલાઓ સહિત કારમાં સવાર લોકોને ઇજાઓ પહોંચતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે લીમડી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ છે અને આ સંદર્ભે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
અકસ્માત બાદ હાઇવે ઉપર ટ્રાફિક જામફળ સર્જાયો હતો ત્યારે પોલીસે ટ્રાફિક જામ દૂર કરી અને વાહન વ્યવહાર વ્યવસ્થિત રીતે શરૂ થાય તે પ્રકારના પ્રયાસો હાથ ધર્યા હતા અને આ સંદર્ભે મૃતકના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખાતે ખસેડી અને અકસ્માત નો ગુનો દાખલ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે હાઇવે ઉપરથી ટ્રાફિક હળવો બને તે માટે અકસ્માત સર્જાયેલા વાહનો પણ રોડ ઉપરથી દૂર કરી પોલીસે કામગીરી શરૂ કરી છે..
રાજકોટ-અમદાવાદ હાઈવે પર લીંબડી પાસે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અમદાવાદના રહેવાસી 22…
Sayla Crime News | સાયલા તાલુકાના સેજકપર ગામના શાંતિનગર પરામાં રસ્તે ચાલવા જેવી સામાન્ય બાબતે…
Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…
લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…
સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…