gambling raid | ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર N. H. ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતી.
આ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે ભાર્ગવી સોસાયટી પાસે દરોડો પાડ્યો હતો.
આ દરોડા દરમિયાન જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમી રહેલા ગોપાલભાઈ રમુભાઇ કાટોડીયા, રાજુભાઈ છેલાભાઈ ધરજીયા, મહાવિરભાઈ નાનજીભાઈ બોહકિયા અને અખ્તરભાઈ ગફારભાઈ ભટ્ટી નામના 4 શખ્સોને પોલીસે રંગેહાથ ઝડપી લીધા હતા.
પોલીસે તમામ આરોપીઓ પાસેથી કુલ Rs. 21700 ની રોકડ રકમ કબ્જે કરી છે અને તેઓ વિરુદ્ધ કાયદેસરની સખત કાર્યવાહી હાથ ધરી છે.
