Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

પાટડીના ગેડિયા એન્કાઉન્ટર કેસમાં કોર્ટે SITની સી-સમરી ફગાવી, PSI સહિત 7 પોલીસકર્મીને હાજર કરવા સમન્સ

surendranagarupdate1@gmail.com 21 July 2026
Gediya Encounter Case

Gediya Encounter Case | પાટડી તાલુકાના ગેડિયા ગામે નવેમ્બર-2021માં હનીફખાન ઉર્ફે કાળો મુન્નો અને તેના 13 વર્ષનો પુત્ર મદીનખાનના પોલીસ એન્કાઉન્ટર મામલે SIT દ્વારા રજૂ કરાયેલી C-સમરી રિપોર્ટને કોર્ટે ફગાવી દીધો છે.

કોર્ટે C-સમરી રિપોર્ટ સ્વીકારવાનો ઇનકાર કર્યો

Join Our WhatsApp Group

આ કેસની તપાસ ધાંગધ્રાના તત્કાલીન Dy.SP જે.ડી. પુરોહિતની આગેવાની હેઠળની SIT દ્વારા કરવામાં આવી હતી. SITએ રજૂ કરેલી C-સમરી સામે ફરિયાદી પક્ષના વકીલ પુનિત દવેએ FSL રિપોર્ટ, પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો અને અન્ય પુરાવાઓના આધારે દલીલો રજૂ કરી હતી. આ રજૂઆતોને ધ્યાને લઈને કોર્ટે C-સમરી રિપોર્ટ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે.

FIR દાખલ થઈ છતાં પોલીસે C-સમરી ભરી દીધી 

SIT દ્વારા C-સમરી ભરવામાં આવતા ફરિયાદીના વકીલ પુનિત દવે દ્વારા કોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરવામાં આવી હતી. વકીલે કોર્ટમાં ધારદાર દલીલો કરતા જણાવ્યું હતું કે, FIR દાખલ થઈ હોવા છતાં પોલીસે આરોપી પોલીસકર્મીઓને બચાવવા માટે C-સમરી ભરી દીધી હતી.

SIT ટીમે 7 પોલીસકર્મી-અધિકારીનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો

કોર્ટ સમક્ષ ઘટના સમયે હાજર નજરે જોનારા સાક્ષીઓના નિવેદનો અને FSL રિપોર્ટ સહિતના તમામ મહત્વના પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા. આ પુરાવાઓની ચકાસણી કરતા સ્પષ્ટ થયું હતું કે SITની ટીમે 7 જેટલા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો.

પોલીસે ‘સ્વ-બચાવ’માં ફાયરિંગ કર્યું હોવાના કોઈ પુરાવા મળ્યા નથી

એકત્રિત કરાયેલા પુરાવાઓ અને FSL રિપોર્ટની તપાસમાં સામે આવ્યું છે કે, એન્કાઉન્ટરની ઘટના સમયે ખાનગી વાહનનો ઉપયોગ થયો હતો અને પોલીસે ‘સ્વ-બચાવ’ (Self-defense)માં ફાયરિંગ કર્યું હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. આમ, ગેરન્યાયિક રીતે C-સમરી ભરવામાં આવી હોવાનું સાબિત થતાં કોર્ટે SITની C-સમરી ફગાવી દીધી છે.

તમામ આરોપી પોલીસ કર્મચારીઓ-અધિકારીઓ સામે વોરંટ ઈશ્યૂ કરવાની તજવીજ

આમ, ગેરન્યાયિક રીતે C-સમરી ભરવામાં આવી હોવાનું સાબિત થતાં કોર્ટે SITની C-સમરી ફગાવી દીધી છે. કોર્ટે કેસની વધુ તપાસ ચાલુ રાખવાનો આદેશ આપી તમામ આરોપી પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ સામે વોરંટ ઈશ્યૂ કરવાની તજવીજ હાથ ધરી આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.

કોર્ટે 7 પોલીસકર્મી સામે કાર્યવાહી આગળ ધપાવવાનો આદેશ આપ્યો

કોર્ટે બજાણા પોલીસ સ્ટેશનના તત્કાલીન PSI વી.એન. જાડેજા સહિત કુલ 7 પોલીસકર્મી સામે કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવવાનો આદેશ આપ્યો છે. સાથે જ તમામ આરોપી પોલીસકર્મીઓને 8 ઓગસ્ટે કોર્ટમાં હાજર રહેવા પણ નિર્દેશ કર્યો છે.

શું હતો સમગ્ર મામલો?

ગુજસીટોકના આરોપી મૃતક હનીફ ખાન ઉર્ફે કાળો મુન્નો સામે કુલ 86 ગુના નોંધાયેલા હતા. જો કે 59 ગુનામાં તો તે વોન્ટેડ હતો. 6 નવેમ્બર, 2021ના રોજ પાટડી તાલુકાના ગેડિયા ગામમાં બજાણા પોલીસની ટીમ આરોપી હનીફખાન ઉર્ફે કાળો મુન્નોને પકડવા પહોંચી હતી.

પોલીસના જણાવ્યા મુજબ, કાર્યવાહી દરમિયાન હનીફખાને પોલીસ પર ગોળીબાર કર્યો હતો, જ્યારે તેના 13 વર્ષના પુત્ર મદીનખાને ધારિયા વડે હુમલો કર્યો હતો. પોલીસના દાવા અનુસાર, સ્વબચાવમાં કરાયેલા ફાયરિંગમાં પિતા અને પુત્ર બંનેના મોત થયા હતા. આ મામલે ચાર વર્ષ સુધી ચાલેલી કાનૂની લડત બાદ કોર્ટે એન્કાઉન્ટર કેસમાં ગુનો દાખલ કરવાનો આદેશ આપ્યો હતો.

8 ઓગસ્ટે PSI સહિત કુલ 7 પોલીસકર્મીને કોર્ટમાં હાજર કરવા સૂચના

પોલીસના રેકોર્ડ મુજબ હનીફખાન વાહનચોરી ગેંગનો મુખ્ય સૂત્રધાર હતો અને તેની સામે ગુજસીટોક સહિત કુલ 86 ગુના નોંધાયેલા હતા, જેમાંથી 59 ગુનામાં તે ફરાર હતો.

હવે કોર્ટ દ્વારા C-સમરી ફગાવી દેતા આ સમગ્ર એન્કાઉન્ટર કેસમાં ફરી એકવાર કાનૂની કાર્યવાહી તેજ બનવાની શક્યતા ઉભી થઈ છે. 8 ઓગસ્ટે આરોપી પોલીસકર્મીઓની કોર્ટમાં હાજરી બાદ કેસની આગામી સુનાવણીમાં વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

PSI સહિત સાત પોલીસકર્મી વિરુદ્ધ ફરિયાદ, એક પોલીસકર્મીનું મોત

2021ના ગેડીયા એન્કાઉન્ટર કેસમાં નામદાર કોર્ટના હુકમ બાદ બજાણા પોલીસમથકના તત્કાલિન (1)  PSI વી.એન.જાડેજા, (2) રાજેશ સવજીભાઈ મીઠાપરા  (3) કિરીટ ગણેશભાઈ (4) દિગ્વિજયસિંહ હરદીપસિંહ (5) શૈલેષ પ્રહલાદભાઈ (6) મનુ ગોવિંદભાઇ (7) પ્રહલાદ પ્રભુભાઈ સહિતના સાત પોલીસકર્મી વિરુદ્ધ બજાણા પોલીસ મથકે ગુનો નોંધાયો છે. જેમાં રાજેશભાઈ મીઠાપરાનું થોડા સમય અગાઉ આકસ્મિક અવસાન થયું હતું.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Gediya Village (Ta. Patdi) ગેડીયા ગામ (તા.પાટડી)

Post navigation

Previous: વઢવાણના શિયાણી પોળ દરવાજા પાસે કેમિકલયુક્ત ડ્રેનેજના પાણી રોડ પર ફરી વળ્યા
Next: ધ્રાંગધ્રા પાસે હકાભા ગઢવીની કાર નદીમાં ખાબકી, સ્થાનિકોએ કાચ તોડી જીવ બચાવ્યો

Related News

Gediya Encounter Case

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

surendranagarupdate1@gmail.com 26 August 2026
Rajkot Range IG Team Seized Foreign Liquor and Car in Dasada Raid

દસાડા પાસે 455 બોટલ વિદેશી દારૂ સાથે બુટલેગર ઝડપાયો, બે સામે ગુનો

surendranagarupdate1@gmail.com 25 August 2026
Patdi Lok Mela Fair setup near Adhyashakti Temple

પાટડી નગરપાલિકા દ્વારા પ્રથમ વખત પાંચ દિવસીય લોકમેળાનું આયોજન

surendranagarupdate1@gmail.com 21 August 2026

Recent Post

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે Gediya Encounter Case

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

26 August 2026
મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો Muli Taluka Village Pond Filled With Dholidhaja Canal Water Project

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

26 August 2026
સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો Rajkot Range Police Arrested Cyber Fraud Accused Saif Valdariya Near Surendranagar Riverfront

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

26 August 2026
રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત dhrangadhra-Taluka-police-raid-rajpar-village-gambling-arrests

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

26 August 2026
ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો Surendranagar LCB Police Seized Foreign Liquor Stock Hidden in Truck Tank Near Chotila Janivadla Village-1

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

26 August 2026
સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત Surendranagar Ration Shop Shortage Issue and People Waiting for Grain Supply

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

26 August 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add