Janmashtami Limbdi Shobhayatra | લીંબડીમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા આ વર્ષે જન્માષ્ટમી (Janmashtami)ની 43મી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું છે.
શોભાયાત્રાના ભાગરૂપે પરિષદના બકુલભાઈ ખાખી અને સ્વયંસેવકો દ્વારકાથી ભગવાન દ્વારકાધીશની દિવ્ય અને અખંડ જ્યોત લીંબડી શહેરમાં લાવ્યા છે.
પવિત્ર જ્યોતના આ ગૌરવપૂર્ણ આગમનથી સમગ્ર શહેરમાં ભક્તિ, શ્રદ્ધા અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો.
આ અખંડ જ્યોત જન્માષ્ટમી સુધી દર્શનાર્થે ભાવિકોના ઘરે લઈ જવામાં આવશે. જન્માષ્ટમીના દિવસે આ દિવ્ય જ્યોતને શહેરના મુખ્ય માર્ગો પર આકર્ષક ફ્લોટ્સ સાથે ફેરવીને શ્રદ્ધાળુઓને દર્શનનો લાભ અપાશે. જ્યોતના સ્વાગત અને દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
