Limbdi Gambling Raid | સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા લીંબડી શહેરમાં જુગાર વિરોધી ઝુંબેશ અંતર્ગત મોટી કાર્યવાહી કરવામાં આવી છે. લીંબડીના માતમ ચોક વિસ્તારમાં સુલતાન શાહ પીરની દરગાહ પાસે જાહેરમાં તીન પત્તીનો જુગાર રમી રહેલા 6 ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા છે.
LCBની ટીમને ખાનગી રાહે મળેલી સચોટ બાતમીના આધારે કૃણાલસિંહ ઝાલા અને ભરતભાઈ સભાડ સહિતની ટીમે પંચોની હાજરીમાં આ દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન 6 ઇસમો ગોળ કુંડાળું વળી ગંજી પાના વડે નાણાંની હારજીતનો જુગાર રમતા રંગેહાથ પકડાયા હતા.
પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 29,350 રોકડા, રૂ. 20,000ની કિંમતના 4 મોબાઇલ ફોન અને ગંજી પાના મળીને કુલ રૂ. 49,350નો મુદ્દામાલ કબજે કર્યો છે.
ઝડપાયેલા આરોપીઓ (1) આકાશ કેશુભાઈ ચાવડા, રહે. ઉટડી (2) હર્ષદિપ બકુલભાઈ સોલંકી રહે.લીંબડી (3) આશિફ નિઝામભાઈ ચૌહાણ રહે.લીંબડી (4) ભાવેશ જેઠાભાઈ મકાવાણા રહે. રાસકા (5) રીયાઝ રફીકભાઈ શેખ રહે.લીંબડી (6) કિરણ હરેશભાઈ પરમાર રહે. કટરીયા સામે ગુજરાત જુગારધારા કલમ 12 હેઠળ ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
