Liquor Raid | સુરેન્દ્રનગર (Surendranagar) લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ વઢવાણ (Wadhwan) ખારવા રોડ (Kharwa Road) પર સરકારી અનાજના ગોડાઉન પાછળ મોરયાના માર્ગેથી ગેરકાયદેસર વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ 557 નંગ દારૂની બોટલો કબ્જે કરી છે, જેની કિંમત રૂ. 1,54,448 આંકવામાં આવી છે.
મળેલી ચોક્કસ બાતમીના આધારે LCB ટીમે કાર્યવાહી કરી હતી. વઢવાણ ખારવા રોડ પર સરકારી અનાજના ગોડાઉન પાછળ મોરયાના માર્ગે આવેલા એક આરોપીની વાડીમાંથી આ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂની કુલ 557 સીલબંધ બોટલો કબ્જે કરી છે.
આ મામલે વઢવાણ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જોકે, આ ગુનામાં સંડોવાયેલો આરોપી વનરાજસિંહ ભુપતભાઈ સોલંકી (રહે. વઢવાણ ખારવાની પોળ, માલધારી ચોક) ફરાર થવામાં સફળ રહ્યો હતો.
આ કામગીરીમાં LCB PI બી.એચ. શીંગરખીયા, PSI આર.જે. ગોહિલ, પેરોલ ફર્લો સ્કોડના PSI એન.એ. રાયમા, હેડ કોન્સ્ટેબલ અનિરુદ્ધસિંહ ખેર, પોલીસ કોન્સ્ટેબલ શક્તિસિંહ ચૌહાણ, મેહુલભાઈ મકવાણા, ગીરીરાજસિંહ જાડેજા અને વિજયસિંહ રાઓલ સહિતની ટીમે ભાગ લીધો હતો.
