Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

સુરેન્દ્રનગરમાં સામાન્ય વરસાદમાં જ વીજળી ગુલ: 3 કલાક સુધી અંધારપટ્ટ છવાયો

user 2 19 March 2026
Surendranagar Update New Logo

પાટડી તાલુકાના પીપળી ગામની સીમમાં ભેંસોના ભેલાણ મુદ્દે થયેલી સામાન્ય બોલાચાલીએ લોહીયાળ સ્વરૂપ ધારણ કર્યું છે. પીપળી ગામની બહાર આવેલી એક વાડીમાં માલધારી યુવકની ભેંસો ઘૂસી ગઈ હતી અને ઊભા પાકને નુકસાન પહોંચાડ્યું હતું.

આ ભેલાણ મુદ્દે થયેલી માથાકૂટમાં માલધારી યુવક વિજયભાઈ હીરાભાઈ બતાડા પર ચાર શખ્સોએ ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો. હુમલાખોરોએ કુહાડીના ઝીંકાયેલા ઘાને કારણે યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેને 16 જેટલા ટાંકા લેવા પડ્યા છે.

Join Our WhatsApp Group

આ ઘટના અંગે વિજયભાઈએ બજાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ મુજબ, વસીમ ખાન મલેક, રજબ ખાન મલેક, આમીન ખાન મલેક અને રેહાન ખાન મલેક નામના ચાર ઈસમોએ એકસંપ થઈને કુહાડી અને અન્ય હથિયારો વડે હુમલો કર્યો હતો. હુમલાખોરોએ યુવકને બરડાના ભાગે પણ ગંભીર ઈજાઓ પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. લોહીલુહાણ હાલતમાં યુવકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

આ ચકચારી ઘટનાને પગલે માલવણ અને બજાણા પોલીસ હરકતમાં આવી છે. પોલીસે ચારેય શખ્સો સામે આઈપીસીની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. ખેતરના ભેલાણ જેવી સામાન્ય બાબતમાં થયેલા આ જીવલેણ હુમલાને કારણે પંથકમાં ભારે ચર્ચા જાગી છે. હાલ પોલીસ દ્વારા ઘટનાસ્થળની મુલાકાત લઈ વધુ પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે અને ફરાર આરોપીઓને પકડવા માટે વિવિધ ટીમો બનાવી તપાસ તેજ કરવામાં આવી છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: પાટડીમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાનો કહેર: APMCમાં કપાસ-એરંડા પલળતા લાખોનું નુકસાન
Next: સુરેન્દ્રનગર PGVCLએ 1.33 કરોડની વસૂલાત કરી, 64 વીજ જોડાણો કાપ્યા

Related News

Surendranagar Update New Logo

દસાડાના ખારાઘોડામાં SBI બેંકમાં મહિનાઓથી પ્રિન્ટર બંધ, ખાતેદારો અને શ્રમિકો પરેશાન

user 2 5 April 2026
પાટડીના બજાણા અને સવલાસમાં સરકારી જમીનમાંથી બેફામ રેતીચોરી

પાટડીના બજાણા અને સવલાસમાં સરકારી જમીનમાંથી બેફામ રેતીચોરી

user 2 3 April 2026
દસાડાના વધાડામાં દારૂ કટિંગ સમયે SMCનો દરોડો: 25 લાખનો દારૂ જપ્ત કરાયો

દસાડાના વધાડામાં દારૂ કટિંગ સમયે SMCનો દરોડો: 25 લાખનો દારૂ જપ્ત કરાયો

user 2 1 April 2026

Recent Post

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર SURE GARMI N

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર

12 May 2026
સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ BHOGAVA N

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ

12 May 2026
માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો MALVAN N

માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો

12 May 2026
રતનપર-મુળી રોડ પરથી દેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપાઈ; 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત MULI N

રતનપર-મુળી રોડ પરથી દેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપાઈ; 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત

12 May 2026
સુરેન્દ્રનગર: 5 મહિનાથી પગાર ન થતા સ્મશાનના કર્મચારીઓ લાલઘૂમ;  સ્મશાન બંધ કરવાની ચીમકી આપી SURE MNPA N

સુરેન્દ્રનગર: 5 મહિનાથી પગાર ન થતા સ્મશાનના કર્મચારીઓ લાલઘૂમ;  સ્મશાન બંધ કરવાની ચીમકી આપી

12 May 2026
સુરેન્દ્રનગર: હાઉસિંગ બોર્ડમાં કચરો સળગાવતા ઈલેક્ટ્રિક TCમાં લાગી આગ SURE AAG N

સુરેન્દ્રનગર: હાઉસિંગ બોર્ડમાં કચરો સળગાવતા ઈલેક્ટ્રિક TCમાં લાગી આગ

12 May 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add