Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

સાયલા-ચોટીલા હાઈવે પર ત્રણ અલગ-અલગ દુર્ઘટનામાં 2ના મોત

surendranagarupdate1@gmail.com 4 March 2026
accident

Sayla Highway Accident | સાયલા-ચોટીલા હાઈવે પર અકસ્માતની વણઝાર સર્જાઈ હતી, જેમાં ત્રણ જુદી-જુદી દુર્ઘટનાઓમાં બે વ્યક્તિઓના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે ચાર લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.

પ્રથમ બનાવમાં, સાયલા જસાપર ચોકડી પાસે મધ્ય પ્રદેશથી મજૂરીકામ માટે આવેલ મોવેલસિંગ લુંજાભાઈ વસુનિયા (૪૮)ને કારે ટક્કર મારતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. તેમનું પીએમ સાયલા સરકારી હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું.

Join Our WhatsApp Group

બીજો અકસ્માત સાયલાના વણકી ગામના બોર્ડ પાસે સર્જાયો હતો, જ્યાં અજાણ્યા વાહને અડફેટે લેતા ૩૫ વર્ષીય અરવિંદજી કુંવરજી ઠાકોરનું મોત નીપજ્યું હતું, જ્યારે તેમની સાથે રહેલા રમેશ ઠાકોર (૪૦) અને મીનાબેન અરવિંદભાઈ ઠાકોર (૩૩)ને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

ત્રીજા બનાવમાં, હડાળા ગામ નજીક ચોટીલા પગપાળા જઈ રહેલા ચોરવીરા ગામના દંપતી વિરમદેવસિંહ મારૃણીયા અને કોમલબેન વિરમભાઇ મારૃણીયાને ટેમ્પો ચાલકે અડફેટે લેતા બંને ઘાયલ થયા હતા.

તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક ચોટીલા સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સાયલા પોલીસે હોસ્પિટલ દ્વારા મોકલવામાં આવેલ એમ.એલ.સી. રિપોર્ટના આધારે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Hadala Village (Ta. Sayla) હડાળા ગામ (તા.સાયલા) Jasapar Village (Ta. Chotila) જસાપર ગામ (તા.ચોટીલા)

Post navigation

Previous: ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાએ કાર્યકરો સાથે ધુળેટી પર્વની ઉજવણી કરી
Next: લખતરના કડુમાં ઝેરી મધમાખીનો આતંક; 10થી વધુ લોકોને ડંખ માર્યાે

Related News

SURE LCB N

સાયલાના શેખડોદ ગામે વાડીના શેઢે જુગાર રમતા 6 શખ્સ ઝડપાયા, 2 ફરાર

User 3 11 May 2026
સાયલામાં ‘અરજી મેળો’ યોજાયો, વ્યાજખોરી અને લેન્ડગ્રેબિંગ મુદ્દે રજૂઆત

સાયલામાં ‘અરજી મેળો’ યોજાયો, વ્યાજખોરી અને લેન્ડગ્રેબિંગ મુદ્દે રજૂઆત

user 2 4 April 2026
સાયલાના સાંગોઇ ગામમાં વાડીના ગુપ્ત ભોંયરામાંથી રૂ.42 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

સાયલાના સાંગોઇ ગામમાં વાડીના ગુપ્ત ભોંયરામાંથી રૂ.42 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

user 2 30 March 2026

Recent Post

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ Ration Kit Distribution

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

12 July 2026
સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા surendranagar-district-collector-inspection-chotila-school

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા

11 July 2026
સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી surendranagar-sog-police-raid-rat-trap-sellers-raj-store

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

11 July 2026
ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ Dhrangadhra Navodaya Vidyalaya Admission

ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ

10 July 2026
વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ Nalsarovar Fishing Ban

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

10 July 2026
સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા Surendranagar Traffic Issue

સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા

10 July 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add