Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

ધ્રાંગધ્રા હથિયાર જપ્તી કેસમાં વધુ એક આરોપીની ધરપકડ:દોઢ મહિના પહેલા બે કારમાંથી 4 હથિયાર મળ્યા હતા

user 2 16 February 2026
ધ્રાંગધ્રા હથિયાર જપ્તી કેસમાં વધુ એક આરોપીની ધરપકડ:દોઢ મહિના પહેલા બે કારમાંથી 4 હથિયાર મળ્યા હતા

Dhrangadhra News | ધ્રાંગધ્રામાં દોઢ મહિના પહેલા બે કારમાંથી હથિયાર (Arms) અને કાર્ટિઝ (Cartridges) મળી આવવાના ચકચારી કેસમાં પોલીસને વધુ એક સફળતા મળી છે. સ્થાનિક પોલીસે સઘન શોધખોળ બાદ આ ગુનામાં સંડોવાયેલા માળિયા (Maliya) ના રહેવાસી લતીફ સલીમભાઈ જેડાની ધરપકડ (Arrest) કરી છે.

ગત 24 ડિસેમ્બરના રોજ મોડી રાત્રે ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે શંકાસ્પદ હાલતમાં પસાર થતી બે કારને અટકાવી હતી. આ ઓપરેશન (Operation) દરમિયાન કારની તલાશી લેતા તેમાંથી કુલ 04 ગેરકાયદેસર હથિયારો (Illegal Weapons) અને     41 જીવતા કાર્ટિઝ (Live Cartridges) મળી આવ્યા હતા.

Join Our WhatsApp Group

પોલીસે ઘટનાસ્થળેથી અંદાજે રૂ. 10.23 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તે સમયે ત્રણ શખ્સો – સમશેર જેડા, સિકંદર જેડા અને દીનમહમદ ભટ્ટીની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે લતીફ સહિત બે શખ્સો ફરાર  થઈ ગયા હતા.

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ પાંચેય શખ્સો પાટડી તાલુકાના ગેડીયા ગામે હથિયારો સાથે ઝઘડો કરવા ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે પોલીસે તેમને ઝડપી પાડ્યા હતા. હાલમાં પકડાયેલા આરોપી લતીફ જેડા વિરુદ્ધ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: surendranagar LCB (સુરેન્દ્રનગર એલસીબી)

Post navigation

Previous: લીંબડીમાં તસ્કરોનો તરખાટ: હોમગાર્ડ પોઈન્ટ પાસે બંધ મકાનમાંથી ₹2.50 લાખની ચોરી
Next: સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના નવા પ્રમુખ તરીકે હાર્દિક ટમાલિયાની વરણી

Related News

સુરેન્દ્રનગર-ધાંગધ્રા હાઈવે પર રાજસીતાપુર નજીક આવેલું ફાટક 4 દિવસ રાત્રિ દરમિયાન બંધ રહેશે

સુરેન્દ્રનગર-ધાંગધ્રા હાઈવે પર રાજસીતાપુર નજીક આવેલું ફાટક 4 દિવસ રાત્રિ દરમિયાન બંધ રહેશે

user 2 8 April 2026
ik-jadeja-bjp-core-committee-darji-samaj-felicitation

પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની ભાજપ કોર કમિટીમાં નિયુક્તિ થઇ

surendranagarupdate1@gmail.com 5 April 2026
ધ્રાંગધ્રાના પુનિતનગરના મકાનમાંથી 2.53 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, આરોપી ફરાર

ધ્રાંગધ્રાના પુનિતનગરના મકાનમાંથી 2.53 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, આરોપી ફરાર

user 2 4 April 2026

Recent Post

રતનપર-જોરાવનગર વોર્ડ નં. 10 માં ભાજપના ચૂંટણી કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન image (14)

રતનપર-જોરાવનગર વોર્ડ નં. 10 માં ભાજપના ચૂંટણી કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન

17 April 2026
સુરેન્દ્રનગર: 2710 આંગણવાડી વર્કર બહેનોએ આપી મતદાન બહિષ્કારની ચીમકી; પડતર પ્રશ્નો મુદ્દે સરકાર સામે રોષ image (18)

સુરેન્દ્રનગર: 2710 આંગણવાડી વર્કર બહેનોએ આપી મતદાન બહિષ્કારની ચીમકી; પડતર પ્રશ્નો મુદ્દે સરકાર સામે રોષ

16 April 2026
ચોટીલાના ગુંદામાં પવનચક્કીના કેબલ ચોરીનો ભેદ ઉકેલાયો; 500 કિલો કોપર સાથે એક તસ્કર ઝડપાયો image (16)

ચોટીલાના ગુંદામાં પવનચક્કીના કેબલ ચોરીનો ભેદ ઉકેલાયો; 500 કિલો કોપર સાથે એક તસ્કર ઝડપાયો

16 April 2026
સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલના કર્મચારી સાથે દર્દીએ માથાકૂટ કરી, એકની અટકાયત image (17)

સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલના કર્મચારી સાથે દર્દીએ માથાકૂટ કરી, એકની અટકાયત

16 April 2026
સુરેન્દ્રનગર: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શ્રમયોગીઓ માટે સવેતન રજાની જાહેરાત image (13)

સુરેન્દ્રનગર: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શ્રમયોગીઓ માટે સવેતન રજાની જાહેરાત

16 April 2026
સુરેન્દ્રનગર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો માસ્ટરસ્ટ્રોક: અનેક બેઠકો બિનહરીફ થવાના એંધાણ surendranagar-local-body-election-bjp-unopposed-candidates

સુરેન્દ્રનગર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો માસ્ટરસ્ટ્રોક: અનેક બેઠકો બિનહરીફ થવાના એંધાણ

13 April 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add