Limbdi News | લીંબડી (Limbdi) શહેરના વ્હાઈટ હાઉસ પાસે આવેલી જૂની સોસાયટીમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. એક બંધ મકાનને નિશાન બનાવી ચોર ટોળકી અંદાજે અઢી લાખ રૂપિયાથી વધુની મત્તાની ચોરી (Theft) કરી નાસી છૂટતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો છે. આ ઘટના મહાદેવભાઈ પરમારના મકાનમાં બની હતી, જ્યારે તેઓ પરિવાર સાથે બહારગામ ગયા હતા.
તસ્કરો શું ચોરી ગયા? મકાનના તાળાં તોડી અંદર પ્રવેશેલા તસ્કરોએ તિજોરીના લોક (Lock) તોડી નાખ્યા હતા. ઘરમાંથી અંદાજે દોઢ લાખ રૂપિયાની કિંમતની 600 ગ્રામ ચાંદી (Silver Jewelry), ₹50,000 ના મોંઘા કપડાં, ₹50,000 નું લાઉડસ્પીકર (Loudspeaker) અને ₹20,000 ની સ્માર્ટ વોચ (Smart Watch) ની ઉઠાંતરી કરી છે.પોલીસ પેટ્રોલિંગ પર ઉઠ્યા સવાલો ચોંકાવનારી વાત એ છે કે આ ચોરી હોમગાર્ડ પોઈન્ટ (Home Guard Point) થી ખૂબ જ નજીક થઈ છે. જેને કારણે પોલીસ પેટ્રોલિંગ (Police Patrolling) સામે ગંભીર સવાલો ઉઠયા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે લાખોના ખર્ચે લગાવેલા સીસીટીવી કેમેરા (CCTV Camera) માત્ર શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહ્યા છે. હાલ લીંબડી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.