Wadhwan

વઢવાણના શિયાણી પોળ દરવાજા પાસે કેમિકલયુક્ત ડ્રેનેજના પાણી રોડ પર ફરી વળ્યા

  • ​વેપારીઓ અને ખરીદી કરવા આવતી મહિલાઓ ભારે પરેશાન
  • તંત્રની નિષ્ક્રિયતા સામે સ્થાનિકોમાં ઉગ્ર રોષ
​Wadhwan Drainage Issue | સુરેન્દ્રનગરના વઢવાણ વિસ્તારમાં શિયાણી પોળ દરવાજા નજીક લીંબડી રોડ હાઇવે પર કેમિકલયુક્ત ડ્રેનેજના ગંદા પાણી રોડ પર ભરાઈ જતાં સ્થાનિકો અને વેપારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
વઢવાણમાં પ્રખ્યાત બાંધણીના ઉદ્યોગો આવેલા છે, જેમાં રંગરોગાન માટે કેમિકલયુક્ત પાણીનો વ્યાપક વપરાશ થાય છે. પરંતુ સમગ્ર વિસ્તારમાં એક પણ ‘ડાઇન પાર્ક’ની સુવિધા ન હોવાના કારણે આ ઝેરી અને ગંદુ પાણી જાહેર ડ્રેનેજ મારફતે રોડ પર છોડવામાં આવી રહ્યું છે.
​આ ગંદા પાણી સીધા વેપારીઓની દુકાનોની બહાર જ ભરાઈ રહ્યા છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં તીવ્ર દુર્ગંધ પ્રસરી ગઈ છે અને વેપારીઓનો વેપાર-ધંધો પ્રભાવિત થયો છે.
વળી, આ સ્થળની નજીકમાં જ મુખ્ય શાક માર્કેટ આવેલી હોવાથી રોજિંદી ખરીદી માટે આવતી મહિલાઓ તેમજ રાહદારીઓ અને વાહનચાલકોને આ કેમિકલયુક્ત ગંદા પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બનવું પડી રહ્યું છે. ​સ્થાનિકોનો આક્ષેપ છે કે “તંત્ર અને કારખાનેદારોની બેદરકારીના કારણે અમારે રોગચાળાના ભય વચ્ચે જીવવું પડી રહ્યું છે.”
​આ ગંભીર સમસ્યા અંગે સ્થાનિક રહિશો અને વેપારીઓ દ્વારા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB), નગરપાલિકા અને સ્થાનિક વહીવટી તંત્રને વારંવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં, આજ દિન સુધી નિયમોનું ઉલ્લંઘન કરતા બાંધણીના ઉદ્યોગકારો સામે કોઈ કાયદાકીય પગલાં ભરવામાં આવ્યા નથી.
તંત્રની આ નિષ્ક્રિયતા સામે જનતામાં ભારે આક્રોશ છે અને જવાબદાર કારખાનેદારો સામે તાકીદે કડક પગલાં ભરી આ પ્રદૂષણ અટકાવવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠવા પામી છે.
surendranagarupdate1@gmail.com

Recent Posts

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…

5 days ago

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…

5 days ago

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…

5 days ago

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…

5 days ago

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…

5 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…

5 days ago