Categories: Uncategorized

ગુજરાત રાજ્યના ૭૩ તાલુકાઓમાં મીડીએશન સેન્ટરનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન

ગુજરાત રાજ્યના ૭૩ તાલુકાઓમાં મીડીએશન સેન્ટરનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા, લીંબડી અને પાટડી તાલુકાઓમાં પણ મીડીએશન સેન્ટરનું ઉદ્ઘાટન થયું

સુરેન્દ્રનગર: નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરીટી અને ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે ગુજરાત રાજ્યના વિવિધ ૭૩ તાલુકાઓમાં મીડીએશન સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે. આ તમામ સેન્ટરોનું ઉદ્ઘાટન તા.૦૮/૧૦/૨૦૨૫ના રોજ વર્ચ્યુઅલ માધ્યમથી કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા, લીંબડી અને પાટડી તાલુકાઓમાં પણ મીડીએશન સેન્ટરનું ઉદ્ઘાટન થયું હતું.

આ પ્રસંગે સુપ્રિમ કોર્ટના જજ ઓગસ્ટીન જયોર્જ મસીહ નાઓએ ૭૩ જુદા જુદા તાલુકાઓમાં વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, ન્યાયની અદાલતોમાં ન્યાય પ્રક્રિયામાં ઘણો સમય વીતી જાય છે, જ્યારે મીડીએશન દ્વારા પક્ષકારોના પ્રશ્નોનો સુખદ રીતે નિવેડો લાવવામાં આવે છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે ગુજરાત રાજ્યમાં આ ૭૩ સેન્ટરોની સ્થાપનાથી પક્ષકારો તેમજ ન્યાય પ્રક્રિયા સાથે જોડાયેલા તમામને ઘણો ફાયદો થશે.

આ શુભ પ્રસંગે ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમુર્તિ સુનિતા અગ્રવાલ, ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળના એકઝીકયુટીવ ચેરમેન ન્યાયમુર્તિ એ.વાય.કોગ્ઝે, ગુજરાત રાજય વડી અદાલતના ન્યાયમુર્તિ એ. આઈ. સુપૈયા અને ગુજરાત રાજય વડી અદાલતના તમામ ન્યાયમુર્તિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે નામદાર ગુજરાત હાઈકોર્ટના ન્યાયમુર્તિ એસ. વી. પીન્ટો નાઓએ આભાર વિધિ સાથે પ્રવચન આપ્યું હતું.

jeet

Share
Published by
jeet

Recent Posts

પાટડી વર્ણીન્દ્રધામમાં અષ્ટમ મંગલ મહોત્સવનો પ્રારંભ

Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…

3 hours ago

લીંબડીના તળાવ મહોલ્લામાં દરજીની દુકાનમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ: કપડાં બળીને ખાખ

લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…

2 days ago

આણંદપુર પોલીસે સાલખડા પાસે બોલેરો કારમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપ્યો: 3,50,000નો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…

2 days ago

ચોટીલાના જય શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ તરીકે વરણી

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના તેજસ્વી યુવા અગ્રણી જય પંકજ શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપધ્યક્ષ (Vice…

2 days ago

ચોટીલામાં આચાર્ય ભાવચંદ્રજી સ્વામીનું ઐતિહાસિક મંગલ આગમન: જૈન સમાજમાં ભારે ઉત્સાહ

લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય (Acharya) ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું આગામી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ…

2 days ago

સુરેન્દ્રનગરમાં જૈન નાટક ‘વિરહથી વૈરાગ્ય સુધી’ની શાનદાર પ્રસ્તુતિ: 1,000થી વધુ દર્શકો ઉમટ્યા

સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ (Auditorium) ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 'વિરહથી વૈરાગ્ય સુધી' જૈન નાટકનું સફળ…

2 days ago