Surendranagar

સુરેન્દ્રનગર ની નર્મદાની કેનાલો હાઈ લેવલ ઉપર ચલાવવામાં આવતા ખેડૂતોના ખેતરોમાં ભેજ લાગવાની ઘટનામાં વધારો..

બોટાદ બ્રાન્ચની અને મોરબી બ્રાન્ચની કેનાલ તંત્ર દ્વારા હાઈ લેવલ ઉપર ચલાવવામાં આવી રહી છે.

જેને લઈને ખેડૂતોના ખેતરોમાં ભેજ લાગવાથી વાવેતરને નુકસાન થવાના એંધાણ.

સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદાની કેનાલો હાઈ લેવલ ઉપર ચલાવવામાં આવી રહી છે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોના સિંચાઈ માટે અને પિયત માટે પાણી મળી રહે તેવા આશ્રય સાથે નર્મદાની કેનાલોમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે અને નર્મદાની કેનાલો બે કાંઠે વહી રહી છે ખેડૂતો દ્વારા સિંચાઈ માટે પાણી લેવામાં તો આવી રહ્યું છે પરંતુ કેનાલની બાજુમાં આવેલા ખેતરો છે તેને નુકસાન જઈ રહ્યું છે તેવું ખેડૂતો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.

ખેડૂતોની કીમતી જમીન સુરેન્દ્રનગર જિલ્લામાં બજર બની રહી છે બોટાદ બ્રાન્ચની અને મોરબી બ્રાન્ચની નર્મદાની કેનાલો છે ત્યાં તંત્ર દ્વારા હાઇલેવલ ઉપર પાણી ફેલાવવામાં આવી રહ્યું હોવાના કારણે ખેડૂતોના ખેતરોમાં ભેજ લાગવાની ઘટનાઓ પણ બની રહી છે જેને લઇને ખેડૂતોના જીરું ઘઉં વરિયાળી ઇસબગુલ ચણા જેવા પાકોના વાવેતરને નુકસાની ભીતિ પણ સર્જાઈ રહી છે ત્યારે તંત્ર દ્વારા રીપેરીંગ ના નામે ટેન્ડરો બહાર પાડી અને ખર્ચ કરવામાં આવ્યો પરંતુ તે છતાં પણ હાઈ લેવલ ઉપર કેનાલો ચાલતી હોવાના ભેજ લાગવાની ઘટનાઓ બની રહી છે જેને લઈને ખેડૂતો દ્વારા નર્મદા વિભાગ પાસે માંગ કરવામાં આવી છે કે મૂળ સપાટી સુધી નર્મદાની કેનાલમાં પાણી શરૂ કરવામાં અને ચાલુ રાખવામાં આવે જેથી ખેડૂતોના ખેતરમાં ભેજ આવતો અટકાવી શકાય..

jeet

Recent Posts

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…

1 week ago

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા

​ ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી ​ સરકારી શાળામાં…

2 weeks ago

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…

2 weeks ago

ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ

ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…

2 weeks ago

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…

2 weeks ago

સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા

Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…

2 weeks ago