Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

થાનગઢ રેલવે સ્ટેશનમાં ગંદકીનું સામ્રાજ્ય: પીવાના પાણી માટે ગ્લાસ નથી અને શૌચાલયની કુંડીઓ છલકાઈ

user 2 25 March 2026
થાનગઢ રેલવે સ્ટેશનમાં ગંદકીનું સામ્રાજ્ય: પીવાના પાણી માટે ગ્લાસ નથી અને શૌચાલયની કુંડીઓ છલકાઈ

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ રેલવે સ્ટેશન પર મુસાફરોને પાયાની સુવિધાઓ માટે ભારે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. હાલમાં આ સ્ટેશન ગંદકીનું હબ બની ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

રેલવે સ્ટેશન પર આવેલા શૌચાલયની કુંડીઓ લાંબા સમયથી સાફ ન કરવામાં આવતા તે છલકાઈ રહી છે, જેના કારણે પ્લેટફોર્મ પર અસહ્ય દુર્ગંધ ફેલાઈ છે. આ ગંદકીને લીધે મુસાફરોને ટ્રેનની રાહ જોવી પણ મુશ્કેલ બની ગઈ છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે રેલવે તંત્ર દ્વારા સફાઈ બાબતે ઘોર બેદરકારી દાખવવામાં આવી રહી છે.

Join Our WhatsApp Group

ગંદકીની સાથે પીવાના પાણીની વ્યવસ્થા પણ રામ ભરોસે જોવા મળી રહી છે. સ્ટેશન પર પાણીના નળ તો મૂકવામાં આવ્યા છે, પરંતુ પાણી પીવા માટે એક પણ ગ્લાસની વ્યવસ્થા નથી. જે મુસાફરો પાસે પોતાની પાણીની બોટલ નથી, તેમને પાણી હોવા છતાં તરસ્યા રહેવું પડે છે અથવા તો અંજલિ ભરીને પાણી પીવા મજબૂર થવું પડે છે. મુસાફરોની સુવિધાના નામે રેલવે તંત્ર દ્વારા લાખોનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી રહી છે.

આ ગંભીર બેદરકારી સામે આવતા મુસાફરો અને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો માંગ કરી રહ્યા છે કે રેલવેના ઉચ્ચ અધિકારીઓ આ મામલે તાત્કાલિક દખલગીરી કરે અને સ્ટેશનની ગંદકી દૂર કરી પીવાના પાણીની યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરાવે. બીજી તરફ, રેલવે વિભાગના સ્થાનિક અધિકારીએ આ બાબતની નોંધ લેતા જણાવ્યું છે કે, ટૂંક સમયમાં સફાઈ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે. હવે જોવાનું એ રહેશે કે આ ખાતરી બાદ મુસાફરોને ક્યારે રાહત મળે છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: લખતર મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ: પ્રાંત અધિકારીએ પ્રજાના પ્રશ્નો સાંભળ્યા
Next: ધ્રાંગધ્રાના ધ્રુમઠમાં LCBનો દરોડો: પાંચ શખ્સ જુગાર રમતા ઝડપાયા

Related News

Thangadh Gambling Raid

થાનગઢના ખાખરાથળની સીમમાંથી 7 જુગારીઓની ધરપકડ, રૂ. 2.87 લાખનો મુદ્દામાલ જપ્ત

surendranagarupdate1@gmail.com 28 June 2026
TH N

થાનના ચોરવીરામાં વન્યજીવ સાંઢાનો શિકાર કરતો શખ્સ ઝડપાયો: 2.32 લાખનો મુદ્દામાલ જપ્ત

User 3 8 May 2026
THAN N

થાનના દેવપરામાં ખાણના પાણીમાં ડૂબી જવાથી એક યુવકનું મોત: 12 કલાકમાં બીજી ઘટના

User 3 8 May 2026

Recent Post

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ Ration Kit Distribution

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

12 July 2026
સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા surendranagar-district-collector-inspection-chotila-school

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા

11 July 2026
સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી surendranagar-sog-police-raid-rat-trap-sellers-raj-store

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

11 July 2026
ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ Dhrangadhra Navodaya Vidyalaya Admission

ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ

10 July 2026
વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ Nalsarovar Fishing Ban

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

10 July 2026
સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા Surendranagar Traffic Issue

સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા

10 July 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add