Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

થાન-ચોટીલા રોડ પર અજાણ્યા વાહનની અડફેટે માદા દીપડો ઘાયલ: રેસ્ક્યુ કરી જૂનાગઢ ખસેડ્યો

user 2 19 March 2026
થાન-ચોટીલા રોડ પર અજાણ્યા વાહનની અડફેટે માદા દીપડો ઘાયલ: રેસ્ક્યુ કરી જૂનાગઢ ખસેડ્યો

સુરેન્દ્રનગર જિલ્લાના થાન-ચોટીલા હાઈવે પર વન્યજીવ અને વાહન વચ્ચે અકસ્માતની ગંભીર ઘટના સામે આવી છે. થાન-ચોટીલા રોડ પર આવેલા થાનગઢના જામવાળી ગામ નજીક અવલીયા ઠાકરની જગ્યા પાસેના વળાંક પર એક અજાણ્યા વાહને દીપડાને અડફેટે લીધો હતો.

આ અકસ્માત એટલો જોરદાર હતો કે દીપડો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ રોડ પર જ ફસડાઈ પડ્યો હતો. ત્યાંથી પસાર થતા જાગૃત વાહન ચાલકોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરતા વન્યજીવ પ્રેમીઓમાં ચિંતા વ્યાપી ગઈ હતી.

Join Our WhatsApp Group

ઘટનાની જાણ થતા જ ચોટીલા અને થાન વન વિભાગની ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ દીપડો માદા જાતિનો છે અને તેની અંદાજિત ઉંમર 07 વર્ષ છે.

દીપડાને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી તેને તાત્કાલિક સારવારની જરૂર હતી, જેના માટે રાજકોટ અને જૂનાગઢથી ખાસ વેટરનરી ડોક્ટરોની ટીમને તેડાવવામાં આવી હતી. ચોટીલા ડેપ્યુટી કલેકટરની પ્રત્યક્ષ હાજરીમાં આ ઈજાગ્રસ્ત માદા દીપડાનું અત્યંત સાવચેતીપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.

નિષ્ણાત તબીબોની દેખરેખ હેઠળ દીપડાને પાંજરે પૂરીને વધુ સઘન સારવાર માટે જૂનાગઢના પ્રખ્યાત સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે મોકલી આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં અવારનવાર વન્ય પ્રાણીઓ રસ્તો ઓળંગતા હોય છે, ત્યારે આ અકસ્માતે વન્યજીવોની સુરક્ષા સામે સવાલો ઉભા કર્યા છે. વન વિભાગ દ્વારા હાલ અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલા અજાણ્યા વાહન ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. હાઈવે પર વન્ય પ્રાણીઓના વિચરણને ધ્યાને રાખી વાહન ચાલકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Leopard (દીપડો)

Post navigation

Previous: લખતરમાં 50 કિમીની ઝડપે ફૂંકાયેલા પવનથી છાપરા ઉડ્યા અને વૃક્ષો ધરાશાયી
Next: પાટડીમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાનો કહેર: APMCમાં કપાસ-એરંડા પલળતા લાખોનું નુકસાન

Related News

Than Morthala primary school

મોરથાળા ગામની શાળામાં શિક્ષકોની ઘટથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર

surendranagarupdate1@gmail.com 25 August 2026
Thangadh Gambling Raid

થાનના ખાખરાથળમાંથી રૂ. 2.87 લાખના મુદ્દામાલ સાથે 7 જુગારીની ધરપકડ

surendranagarupdate1@gmail.com 28 June 2026
TH N

થાનના ચોરવીરામાં વન્યજીવ સાંઢાનો શિકાર કરતો શખ્સ ઝડપાયો: 2.32 લાખનો મુદ્દામાલ જપ્ત

User 3 8 May 2026

Recent Post

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે Gediya Encounter Case

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

26 August 2026
મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો Muli Taluka Village Pond Filled With Dholidhaja Canal Water Project

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

26 August 2026
સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો Rajkot Range Police Arrested Cyber Fraud Accused Saif Valdariya Near Surendranagar Riverfront

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

26 August 2026
રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત dhrangadhra-Taluka-police-raid-rajpar-village-gambling-arrests

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

26 August 2026
ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો Surendranagar LCB Police Seized Foreign Liquor Stock Hidden in Truck Tank Near Chotila Janivadla Village-1

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

26 August 2026
સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત Surendranagar Ration Shop Shortage Issue and People Waiting for Grain Supply

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

26 August 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add