Surendranagar waterlogging In 80 feet roads Sunrise Township, Surya Chowk, Valam Park
સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના 80 ફૂટ રોડ (80 feet Road) પર આવેલા સનરાઈઝ ટાઉનશીપ, વાલમ પાર્ક અને સૂર્યા ચોક વિસ્તારમાં વરસાદના પાણી ભરાઈ (Waterlogging) રહેવાની ગંભીર સમસ્યા સામે આવી છે.
વિસ્તારમાં વરસાદનો વિરામ (monsoon break) થયાને 15 દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં, પાણીના નિકાલ અંગે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા (SNMC) દ્વારા કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી.
સ્થાનિક રહીશો દ્વારા સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના મેયર (SNMC Mayor), સંબંધિત અધિકારીઓ અને વિસ્તારના કોર્પોરેટરોને (Corporators) લેખિત તેમજ ઓનલાઈન રજૂઆતો કરવામાં આવી છે. આમ છતાં, પાણીના નિકાલ કે ધોવાઈ ગયેલા રોડ-રસ્તાના સમારકામ (road repair) અંગે કોઈ કામગીરી શરૂ કરાઈ નથી.
આ બેદરકારીના કારણે સનરાઈઝ ટાઉનશીપ અને આસપાસના વિસ્તારના 200થી વધુ મકાનો પ્રભાવિત થઈ રહ્યા છે. ઘરોની બહાર પાણી ભરાઈ રહેવાને કારણે મકાનોના પાયાને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
સૌથી વધુ હાલાકી શાળાએ જતા બાળકોને (school children) ભોગવવી પડી રહી છે, જેમને દરરોજ આ ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે.
સતત ભરાયેલા રહેતા પાણીના કારણે વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ (mosquito menace) અને તીવ્ર દુર્ગંધ ફેલાઈ રહી છે, જેનાથી ગંભીર રોગચાળો (epidemic) ફાટી નીકળવાની દહેશત ઊભી થઈ છે.
વરસાદના વિરામ બાદ પણ ઘરના દરવાજા સુધી પાણી ભરાયેલા રહેવું તે મહાનગરપાલિકાની નિષ્ક્રિયતા દર્શાવે છે. સ્થાનિક લોકોએ તંત્ર પાસે તાત્કાલિક ધોરણે પાણીનો નિકાલ કરવા અને રસ્તાઓનું સમારકામ હાથ ધરવા માંગ કરી છે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…