સુરેન્દ્રનગર જિલ્લામાં હવામાન વિભાગની આગાહી સાચી ઠરતા વહેલી સવારથી જ વાતાવરણમાં ભયાનક પલટો જોવા મળ્યો છે. જિલ્લાના મૂળી, થાનગઢ, લીંબડી, પાટડી અને ધાંગધ્રા સહિતના પંથકમાં ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે. આ મીની વાવાઝોડા જેવી સ્થિતિમાં સૌથી ચિંતાજનક સમાચાર રણ વિસ્તારમાંથી મળી રહ્યા છે, જ્યાં મીઠું પકવતા અંદાજે 2500 થી વધુ અગરિયાઓ ફસાઈ ગયા છે. ભારે વરસાદને કારણે રણમાં જવાના રસ્તાઓ બંધ થઈ ગયા છે અને અગરિયાઓની મોંઘીદાટ સોલાર પેનલોને પણ ભારે પવનથી વ્યાપક નુકસાન પહોંચ્યું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા સમયસર સાવચેતીની કોઈ સૂચના ન અપાતા આ કપરી પરિસ્થિતિ સર્જાઈ છે.
બીજી તરફ, ખેતી ક્ષેત્રે પણ કુદરતે કહેર વર્તાવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના જગતનો તાત ફરી એકવાર ચિંતાના વમળમાં ફસાયો છે. ખેતરોમાં તૈયાર ઉભેલા જીરું, વરિયાળી અને ઘઉંના પાકને ભારે નુકસાન થયું છે. તો વળી, જે ખેડૂતોએ ચણાનો પાક વાઢીને તૈયાર રાખ્યો હતો, તે તેજ પવનમાં ઉડી જતાં આર્થિક પાયમાલી નોબત આવી છે. જિલ્લાના વઢવાણ, સાયલા અને ચોટીલા વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાંના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે.
શહેરી વિસ્તારોમાં તેજ પવનને કારણે અનેક સ્થળોએ વિશાળ વૃક્ષો ધરાશાયી થયા છે અને વેપારીઓના હોર્ડિંગ્સ હવામાં ઉડ્યા છે. રસ્તાઓ પર ઝાડ પડવાને કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. તંત્ર દ્વારા હાલમાં નાગરિકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા કડક તાકીદ કરવામાં આવી છે. એક તરફ રણમાં ફસાયેલા અગરિયાઓનો જીવ જોખમમાં છે, તો બીજી તરફ ખેડૂતોનો મોંમાં આવેલો કોળિયો છીનવાઈ રહ્યો છે. સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લો હાલ વાવાઝોડા અને માવઠાની બેવડી માર સહન કરી રહ્યો છે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…