Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

સુરેન્દ્રનગર ટ્રાફિક પોલીસની સતર્કતા: બજારમાં મહિલાનો મોબાઈલ ચોરી ભાગતા શખ્સને પીછો કરી ઝડપી પાડ્યો

user 2 9 April 2026
સુરેન્દ્રનગર ટ્રાફિક પોલીસની સતર્કતા: બજારમાં મહિલાનો મોબાઈલ ચોરી ભાગતા શખ્સને પીછો કરી ઝડપી પાડ્યો

સુરેન્દ્રનગર શહેરની મુખ્ય શાક માર્કેટમાં ખરીદી કરવા આવેલી એક મહિલાનો મોબાઈલ ચોરી કરી ભાગી રહેલા તસ્કરે ટ્રાફિક પોલીસે ગણતરીની મિનિટોમાં ઝડપી પાડ્યો છે.

સુરેન્દ્રનગરના ભીડભાડવાળા વિસ્તારોમાં કિંમતી વસ્તુઓની ચોરીના બનાવો વધી રહ્યા છે, ત્યારે પોપટપરા વિસ્તારમાં આવેલી શાક માર્કેટમાં કંચનબેન નામની મહિલા ખરીદી કરી રહી હતી. આ દરમિયાન એક અજાણ્યો શખ્સ તેમના પર્સમાંથી મોબાઈલ સેરવીને નાસી છૂટ્યો હતો.

Join Our WhatsApp Group

મહિલાએ તાત્કાલિક ફરજ પરના ટ્રાફિક પોલીસ જવાનોને જાણ કરતા ભાવુભા ઝાલા સહિતની ટીમ હરકતમાં આવી હતી. પોલીસે સમય સૂચકતા વાપરી સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા અને ટીઆરબી (TRB) જવાનોને ચોર જે દિશામાં ગયો હતો તે તરફ રવાના કર્યા હતા.

ટ્રાફિક પોલીસ અને ટીઆરબી જવાનોએ ફિલ્મી ઢબે પીછો કરીને ચોરી કરનાર યુવકને ખેરાળી નજીકથી દબોચી લીધો હતો. પોલીસે આરોપીના કબજામાંથી ચોરાયેલો મોબાઈલ કબજે કર્યો હતો અને મૂળ માલિક કંચનબેનને પરત સોંપ્યો હતો.

ભરચક બજારમાં ચોરીની ઘટના બન્યા બાદ ગણતરીના સમયમાં જ આરોપીને પકડી પાડી મોબાઈલ પરત અપાવવાની ટ્રાફિક પોલીસની આ કામગીરીની શહેરભરમાં પ્રશંસા થઈ રહી છે. પોલીસ દ્વારા નાગરિકોને ભીડવાળા વિસ્તારોમાં પોતાની કિંમતી ચીજવસ્તુઓ પ્રત્યે સાવધ રહેવા પણ અપીલ કરવામાં આવી છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: સુરેન્દ્રનગર મનપા ચૂંટણીમાં ઉમેદવારોમાં મિલકત ટેક્સ ભરવા અને નો-ડ્યુ સર્ટિફિકેટ લેવા ભારે ઘસારો
Next: સુરેન્દ્રનગર મનપાના ભાજપના તમામ 52 ઉમેદવારોના નામની જાહેરાત, જાણો કોને મળી ટિકિટ

Related News

WADHVAN N

સુરેન્દ્રનગર: ખેરાળી ચોકડી પાસેથી 315 લીટર દેશી દારૂ સાથે એકને ઝડપ્યો

User 3 20 May 2026
SURE VIJ N

સુરેન્દ્રનગરમાં પોલીસ અને PGVCLનું મેગા કોમ્બિંગ: 84 ઘરોમાંથી 1.25 કરોડની વીજ ચોરી ઝડપાઈ

User 3 20 May 2026
BHOGAVO NADI NEW

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાંથી ફરી પશુઓના અવશેષો મળતા જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ, ગેરકાયદે કતલખાના બંધ કરવા માંગ

User 3 20 May 2026

Recent Post

દેદાદરા પાસે કાર ખાડામાં ખાબકી: ચાલક અને નાની બાળકીનો આબાદ બચાવ, જાનહાનિ ટળી LAKHTR N

દેદાદરા પાસે કાર ખાડામાં ખાબકી: ચાલક અને નાની બાળકીનો આબાદ બચાવ, જાનહાનિ ટળી

20 May 2026
ધ્રાંગધ્રા: વિશાલ ચેમ્બર્સ કૌભાંડી ભરત મેવાડાએ મિત્રના 27 તોલા સોનાના દાગીના અને 2 લાખ પડાવ્યા DHDR N

ધ્રાંગધ્રા: વિશાલ ચેમ્બર્સ કૌભાંડી ભરત મેવાડાએ મિત્રના 27 તોલા સોનાના દાગીના અને 2 લાખ પડાવ્યા

20 May 2026
સુરેન્દ્રનગર: ખેરાળી ચોકડી પાસેથી 315 લીટર દેશી દારૂ સાથે એકને ઝડપ્યો WADHVAN N

સુરેન્દ્રનગર: ખેરાળી ચોકડી પાસેથી 315 લીટર દેશી દારૂ સાથે એકને ઝડપ્યો

20 May 2026
ધ્રાંગધ્રામાં વેપારીઓ સાથે 90 લાખની છેતરપિંડી આચરનાર ભરત મેવાડા ઝડપયો, 3 દિવસના રિમાન્ડ મંજૂર DHDR N

ધ્રાંગધ્રામાં વેપારીઓ સાથે 90 લાખની છેતરપિંડી આચરનાર ભરત મેવાડા ઝડપયો, 3 દિવસના રિમાન્ડ મંજૂર

20 May 2026
સુરેન્દ્રનગરમાં પોલીસ અને PGVCLનું મેગા કોમ્બિંગ: 84 ઘરોમાંથી 1.25 કરોડની વીજ ચોરી ઝડપાઈ SURE VIJ N

સુરેન્દ્રનગરમાં પોલીસ અને PGVCLનું મેગા કોમ્બિંગ: 84 ઘરોમાંથી 1.25 કરોડની વીજ ચોરી ઝડપાઈ

20 May 2026
સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાંથી ફરી પશુઓના અવશેષો મળતા જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ, ગેરકાયદે કતલખાના બંધ કરવા માંગ BHOGAVO NADI NEW

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાંથી ફરી પશુઓના અવશેષો મળતા જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ, ગેરકાયદે કતલખાના બંધ કરવા માંગ

20 May 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add