Surendranagar

સુરેન્દ્રનગરના ટાવર ચોક વિસ્તારમાં ડેન્ગ્યુનો 1 પોઝિટિવ અને 3 શંકાસ્પદ કેસ નોંધાયા

Dengue In Surendranagar | સુરેન્દ્રનગર શહેરમાં વરસાદ બાદ મચ્છરજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે. ખાસ કરીને ટાવર ચોક વિસ્તારમાં ડેન્ગ્યુના કેસોમાં વધારો થતાં આરોગ્ય વિભાગ અને નગરપાલિકાની ટીમો દોડતી થઈ છે.

ટાવર ચોક વિસ્તારમાં ડેન્ગ્યુનો 1 પોઝિટિવ કેસ અને અન્ય 3 શંકાસ્પદ કેસો નોંધાતા તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગની ટીમોએ ટાવર ચોકથી 400 મીટરની ત્રિજ્યામાં આવતા 50 થી વધુ મકાનોનો સર્વે શરૂ કર્યો છે.

શહેરમાં મેલેરિયા, ડેન્ગ્યુ, શરદી, ઉધરસ, તાવ, ઝાડા-ઉલટીના કેસો સૌથી વધુ નોંધાઈ રહ્યા છે. સિવિલ હોસ્પિટલની OPDમાં રોજના 600 થી વધુ દર્દીઓ નોંધાઈ રહ્યા છે, જ્યારે ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. વરસાદી પાણીના નિકાલના અભાવે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે, જેના કારણે બાળકો પણ ડેન્ગ્યુની લપેટમાં આવી રહ્યા છે.

રોગચાળાને ડામવા તંત્ર ગ્રાઉન્ડ લેવલ પર કામગીરી કરી રહ્યું છે. મકાનોની આસપાસ અને છત પર પડેલા ટાયરો, પક્ષીઓના કુંડા અને અન્ય પાત્રોમાં ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે.

પાણી ભરાવાની જગ્યાએ દવા છંટકાવ અને ફોગિંગની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે. અજરામર ટાવર ચોક, ઘાંચીવાડ પુલ નીચે અને પોસ્ટ ઓફિસ આસપાસના વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરાયું છે. લોકોને અપીલ કરાઈ છે કે ઘરમાં કે આસપાસ પાણી ભરાવા ન દે અને તાવ કે અશક્તિ જણાય તો તાત્કાલિક તબીબી સારવાર લે.

surendranagarupdate1@gmail.com

Recent Posts

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…

5 days ago

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…

5 days ago

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…

5 days ago

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…

5 days ago

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…

5 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…

5 days ago