Surendranagar

સુરેન્દ્રનગર: ટાંકી ચોક પાસે કાર અને કેબિનમાં આગ લાગી

સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના ટાંકી ચોક (Tanki Chowk) વિસ્તારમાં આવેલા મિલ રોડ પર એક મિલના ડેલાની અંદર, મસ્જિદ નજીક પાર્ક કરેલી કારમાં અચાનક ભીષણ આગ (Fire) ફાટી નીકળી હતી.

સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી આગ લાગવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, જેમાં ખાસ કરીને વાહનોમાં આગ લાગવાના કિસ્સાઓ વધી રહ્યા છે. આ અકસ્માતને (Accident) કારણે આજુબાજુના સ્થાનિક લોકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક રહીશોએ તાત્કાલિક સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની (Surendranagar Municipality) ફાયર બ્રિગેડ (Fire Brigade) ટીમનો સંપર્ક કર્યો હતો.

માહિતી મળતાની સાથે જ ફાયર ફાઈટરની (Fire Fighter) ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગ પર પાણીનો ભારે મારો ચલાવીને ટૂંક સમયમાં સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.

પ્રાથમિક અનુમાન મુજબ, અતિશય ગરમીના (Heat) કારણે ઇલેક્ટ્રિક વાયરોમાં શોર્ટ સર્કિટ (Short Circuit) થયું હતું. આ કાર બરાબર વીજળીના વાયરોની નીચે પાર્ક કરવામાં આવી હોવાથી, શોર્ટ સર્કિટના કારણે સર્જાયેલું તણખલું કાર પર પડતા આ દુર્ઘટના ઘટી હોવાની આશંકા છે.

આ ભયાનક આગની ઝપેટમાં નજીકમાં આવેલી એક કેબિન (Cabin) પણ આવી ગઈ હતી અને આગ ત્યાં પણ પ્રસરી ગઈ હતી. ફાયર ટીમે કેબિન પર પણ પાણીનો મારો ચલાવીને આગને સંપૂર્ણપણે ઓલવી દીધી હતી.

જોકે, આ દુર્ઘટનામાં કાર બળીને સંપૂર્ણપણે ખાખ થઈ ગઈ છે, જ્યારે કેબિનમાં રાખેલો તમામ સામાન અને મુદ્દામાલ બળી જતાં મોટું નુકસાન (Loss) થયું છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.

surendranagarupdate1@gmail.com

Recent Posts

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…

5 days ago

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…

5 days ago

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…

5 days ago

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…

5 days ago

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…

5 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…

6 days ago