Surendranagar

સુરેન્દ્રનગરના ટાગોરબાગ બગીચાના નવીનીકરણમાં રૂ.1 કરોડનો ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ

સુરેન્દ્રનગર (Surendranagar), વઢવાણ, જોરાવનગર અને રતનપર સહિત આશરે 2 લાખની વસ્તી ધરાવતા શહેરી વિસ્તારના લોકો માટે મનોરંજનનો એકમાત્ર આશરો એવો ‘ટાગોરબાગ’ (Tagore Baug) બગીચો હાલ તંત્રની ઘોર ઉદાસીનતાના કારણે બદહાલ સ્થિતિમાં મૂકાયો છે.

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા (Surendranagar Municipal Corporation) બન્યા બાદ આ બગીચાના નવીનીકરણ (Development) માટે ટેન્ડર બહાર પાડીને 1 કરોડ રૂપિયાનું મસમોટું બજેટ ફાળવવામાં આવ્યું હતું. રાજકોટની એક એજન્સી દ્વારા કામગીરી પૂરી થયાનો દાવો કરીને બગીચો ખુલ્લો તો મૂકી દેવાયો છે, પરંતુ વાસ્તવિકતામાં સુવિધાના નામે મીંડું હોવાથી જનતાના કરોડો રૂપિયા પાણીમાં ગયા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.

કાગળ પર લાઈટિંગ, ફૂટપાથ (Footpath) અને રમત-ગમતના સાધનો દર્શાવાયા છે, પરંતુ ગ્રાઉન્ડ રિપોર્ટ તદ્દન અલગ છે. અહીં આવતા પરિવારો માટે પીવાના શુદ્ધ પાણીની કોઈ પરબ કે શૌચાલય (Toilet) ની વ્યવસ્થા જ નથી.

બગીચાની અંદર આવેલું તળાવ ગંદકીથી ખદબદી રહ્યું છે. સ્થાનિક નાગરિકોના જણાવ્યા મુજબ, માત્ર 4 થી 5 સામાન્ય રમકડાં નાખીને 1 કરોડનું બિલ પાસ કરાવી લેવાયું હોય તેમ લાગી રહ્યું છે.

સૌથી ગંભીર બાબત એ છે કે રાત્રિના સમયે લાઈટો બંધ રહે છે અને કોઈ સિક્યુરિટી ગાર્ડ (Security Guard) પણ હોતો નથી. અંધારાનો લાભ લઈને અહીં આવારા તત્વો અસામાજિક પ્રવૃત્તિઓ માટે જમાવડો કરે છે, જેના કારણે મહિલાઓ અને બાળકો સુરક્ષાને લઈને ભારે ચિંતામાં છે.

આ ગંભીર ભ્રષ્ટાચાર અને લાપરવાહી અંગે સુરેન્દ્રનગર મનપાના મેયર (Mayor) રાકેશ રાઠોડ સાથે વાતચીત કરતા તેમણે સ્વીકાર્યું હતું કે બગીચામાં સુવિધાઓનો અભાવ છે.

તેમણે ઉમેર્યું કે સંબંધિત કોન્ટ્રાક્ટર એજન્સીને તેડું મોકલાયું છે અને ટેન્ડર (Tender) ની શરતો મુજબ કામ પૂરું કરવા કડક આદેશ અપાયા છે. જો એજન્સી નિયમોનું પાલન નહીં કરે તો તેને તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ (Blacklist) કરવાની તજવીજ હાથ ધરવામાં આવશે.

surendranagarupdate1@gmail.com

Recent Posts

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…

5 days ago

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…

5 days ago

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…

5 days ago

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…

5 days ago

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…

5 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…

5 days ago