Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

સુરેન્દ્રનગરમાં ગેસ સિલિન્ડર પરત લેવાના આદેશનું સુસ્ત પાલન: પુરવઠા વિભાગ પાસે આંકડા જ નથી

user 2 23 March 2026
સુરેન્દ્રનગરમાં ગેસ સિલિન્ડર પરત લેવાના આદેશનું સુસ્ત પાલન: પુરવઠા વિભાગ પાસે આંકડા જ નથી

સુરેન્દ્રનગર જિલ્લામાં હાલમાં વર્તાઈ રહેલી ગેસ સિલિન્ડરની અછતને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. જે ગ્રાહકોના ઘરે પાઈપલાઈન દ્વારા ગેસ કનેક્શન (PNG) ઉપલબ્ધ છે, તેવા ગ્રાહકો પાસેથી વધારાના એલપીજી (LPG) સિલિન્ડર પરત ખેંચી લેવાની સૂચના આપવામાં આવી હતી.

તંત્રનો આશય એ હતો કે આ પરત આવેલા સિલિન્ડરો જરૂરિયાતમંદ પરિવારોને આપી શકાય અને અછતની સ્થિતિ પર કાબુ મેળવી શકાય.

Join Our WhatsApp Group

જોકે, આ આદેશ બાદ તેની અમલવારીમાં તંત્ર અને ગેસ એજન્સીઓ ઉણી ઉતરી હોય તેવું દેખાઈ રહ્યું છે. નવાઈની વાત એ છે કે, કેટલા ગ્રાહકો પાસેથી સિલિન્ડર પરત મેળવવામાં આવ્યા તેની કોઈ જ સત્તાવાર વિગત સુરેન્દ્રનગર પુરવઠા વિભાગ પાસે ઉપલબ્ધ નથી. જ્યારે આ અંગે પુરવઠા અધિકારીને પૂછપરછ કરવામાં આવી, ત્યારે તેમણે જણાવ્યું કે આ કામગીરી એજન્સીઓએ કરવાની હોય છે અને હજુ સુધી એજન્સીઓ પાસેથી કોઈ ડેટા એકત્રિત કરવામાં આવ્યો નથી.

હાલ પરિસ્થિતિ એ છે કે એક બાજુ સામાન્ય નાગરિકો ગેસના બાટલા માટે લાંબી કતારોમાં ઉભા છે, ત્યારે બીજી બાજુ તંત્ર માત્ર કાગળ પર સૂચનાઓ આપીને સંતોષ માની રહ્યું છે. ગેસ એજન્સીઓએ ખરેખર પાઈપલાઈન ધરાવતા ગ્રાહકોના સિલિન્ડર જમા લીધા છે કે કેમ, તેની દેખરેખ રાખવામાં પણ પુરવઠા વિભાગ નિષ્ફળ રહ્યો હોવાનો ઘાટ સર્જાયો છે. આગામી દિવસોમાં આ મામલે યોગ્ય ફોલોઅપ લેવામાં આવે અને જરૂરિયાતમંદ લોકોને સમયસર રાંધણ ગેસ મળી રહે તેવી લોક માંગ ઉઠી છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: સુરેન્દ્રનગર RTO કચેરી રામ ભરોસે, ફાયર સેફ્ટીના સાધનોની એક્સપાયરી ડેટ પૂર્ણ
Next: લીંબડીના રળોલ ગામે 12.40 લાખ લીટર ક્ષમતા ધરાવતા સમ્પનું ખાતમુહૂર્ત

Related News

ધ્રાંગધ્રાના ધ્રુમઠમાં LCBનો દરોડો: પાંચ શખ્સ જુગાર રમતા ઝડપાયા

ધ્રાંગધ્રાના ધ્રુમઠમાં LCBનો દરોડો: પાંચ શખ્સ જુગાર રમતા ઝડપાયા

user 2 25 March 2026
સુરેન્દ્રનગર હોસ્પિટલમાં મોનિટરિંગ-વેન્ટિલેશન સિસ્ટમ કાર્યરત, જટિલ સર્જરીઓ વધુ સુરક્ષિત બનશે

સુરેન્દ્રનગર હોસ્પિટલમાં મોનિટરિંગ-વેન્ટિલેશન સિસ્ટમ કાર્યરત, જટિલ સર્જરીઓ વધુ સુરક્ષિત બનશે

user 2 24 March 2026
મુળીના આસુન્દ્રાળીમાં ગેરકાયદે ખનન બદલ ભવાનીગઢના ઉપસરપંચ પદભ્રષ્ટ

મુળીના આસુન્દ્રાળીમાં ગેરકાયદે ખનન બદલ ભવાનીગઢના ઉપસરપંચ પદભ્રષ્ટ

user 2 24 March 2026

Recent Post

ધ્રાંગધ્રાની કારદારની શેરીમાંથી વરલી મટકાના જુગાર રમાડતો શખ્સ ઝડપાયો ધ્રાંગધ્રાની કારદારની શેરીમાંથી વરલી મટકાના જુગાર રમાડતો શખ્સ ઝડપાયો

ધ્રાંગધ્રાની કારદારની શેરીમાંથી વરલી મટકાના જુગાર રમાડતો શખ્સ ઝડપાયો

25 March 2026
સાયલાઃ વખતરપરના પાટિયા પાસે આઈશર પાછળ બાઈક ઘૂસી જતાં બાળકનું મોત, પિતા ગંભીર સાયલાઃ વખતરપરના પાટિયા પાસે આઈશર પાછળ બાઈક ઘૂસી જતાં બાળકનું મોત, પિતા ગંભીર

સાયલાઃ વખતરપરના પાટિયા પાસે આઈશર પાછળ બાઈક ઘૂસી જતાં બાળકનું મોત, પિતા ગંભીર

25 March 2026
ધ્રાંગધ્રાના વિરેન્દ્રગઢમાં રણકાંઠાના 177 વિદ્યાર્થીઓને નિઃશુલ્ક સાયકલ વિતરણ ધ્રાંગધ્રાના વિરેન્દ્રગઢમાં રણકાંઠાના 177 વિદ્યાર્થીઓને નિઃશુલ્ક સાયકલ વિતરણ

ધ્રાંગધ્રાના વિરેન્દ્રગઢમાં રણકાંઠાના 177 વિદ્યાર્થીઓને નિઃશુલ્ક સાયકલ વિતરણ

25 March 2026
ધ્રાંગધ્રામાં હથિયારબંધી જાહેરનામાનો ભંગ: મોચીવાડ પાસે છરી સાથે પસાર થતો શખ્સ ઝડપાયો ધ્રાંગધ્રામાં હથિયારબંધી જાહેરનામાનો ભંગ: મોચીવાડ પાસે છરી સાથે પસાર થતો શખ્સ ઝડપાયો

ધ્રાંગધ્રામાં હથિયારબંધી જાહેરનામાનો ભંગ: મોચીવાડ પાસે છરી સાથે પસાર થતો શખ્સ ઝડપાયો

25 March 2026
ધ્રાંગધ્રાના ધ્રુમઠમાં LCBનો દરોડો: પાંચ શખ્સ જુગાર રમતા ઝડપાયા ધ્રાંગધ્રાના ધ્રુમઠમાં LCBનો દરોડો: પાંચ શખ્સ જુગાર રમતા ઝડપાયા

ધ્રાંગધ્રાના ધ્રુમઠમાં LCBનો દરોડો: પાંચ શખ્સ જુગાર રમતા ઝડપાયા

25 March 2026
થાનગઢ રેલવે સ્ટેશનમાં ગંદકીનું સામ્રાજ્ય: પીવાના પાણી માટે ગ્લાસ નથી અને શૌચાલયની કુંડીઓ છલકાઈ થાનગઢ રેલવે સ્ટેશનમાં ગંદકીનું સામ્રાજ્ય: પીવાના પાણી માટે ગ્લાસ નથી અને શૌચાલયની કુંડીઓ છલકાઈ

થાનગઢ રેલવે સ્ટેશનમાં ગંદકીનું સામ્રાજ્ય: પીવાના પાણી માટે ગ્લાસ નથી અને શૌચાલયની કુંડીઓ છલકાઈ

25 March 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add