Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

સુરેન્દ્રનગર RTO કચેરી રામ ભરોસે, ફાયર સેફ્ટીના સાધનોની એક્સપાયરી ડેટ પૂર્ણ

user 2 23 March 2026
સુરેન્દ્રનગર RTO કચેરી રામ ભરોસે, ફાયર સેફ્ટીના સાધનોની એક્સપાયરી ડેટ પૂર્ણ

સુરેન્દ્રનગરની આરટીઓ (RTO) કચેરીના બિલ્ડિંગમાં ગંભીર બેદરકારી સામે આવી છે. એક તરફ તંત્ર દ્વારા ફાયર સેફ્ટીના નિયમોનું પાલન ન કરનારી ખાનગી મિલકતોને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ સુરેન્દ્રનગરની સરકારી કચેરીઓમાં જ અગ્નિશામક સાધનોની સમય મર્યાદા (Expiry Date) પૂર્ણ થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. આરટીઓ કચેરીના કમ્પાઉન્ડમાં આવેલી વિવિધ બિલ્ડિંગોમાં લગાવવામાં આવેલા ફાયર સેફ્ટીના સાધનો વર્ષ 2025માં જ એક્સપાયર થઈ ગયા છે, છતાં તેને હજુ સુધી અપડેટ કે રિફિલ કરવામાં આવ્યા નથી.

આરટીઓ કચેરીના આ જ બિલ્ડિંગમાં નશાબંધી શાખા, શિક્ષણ વિભાગ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ, ચેરિટી ટ્રસ્ટ વિભાગ, મંડળી રજીસ્ટ્રેશન, લગ્ન નોંધણી, નર્મદા વિભાગ અને ખેતીવાડી વિભાગ જેવી મહત્વની કચેરીઓ કાર્યરત છે. દરરોજ સેંકડો અરજદારો આ કચેરીઓની મુલાકાત લેતા હોય છે. આવા સંજોગોમાં જો અચાનક આગ લાગવાની ઘટના બને, તો એક્સપાયર થયેલા સાધનો કામ આપશે કે કેમ તે એક મોટો પ્રશ્ન છે. આ સ્થિતિ ‘આગ લાગે ત્યારે કૂવો ખોદવા’ જેવી સાબિત થઈ શકે તેમ છે.

Join Our WhatsApp Group

સ્થાનિકોમાં ચર્ચા છે કે સરકારી કચેરીઓ જ જો નિયમોનું પાલન ન કરતી હોય તો સામાન્ય જનતા પાસે અપેક્ષા કેવી રીતે રાખી શકાય? હાલમાં આ બિલ્ડિંગમાં કાર્યરત વિવિધ વિભાગોના દસ્તાવેજો અને કર્મચારીઓની સુરક્ષા રામ ભરોસે હોય તેવો ઘાટ સર્જાયો છે. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ સાધનોને રિન્યુ કરવામાં આવે અથવા નવા સાધનો વસાવવામાં આવે તેવી માંગ ઉઠી છે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી હોનારત સર્જાતી અટકાવી શકાય.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: સુરેન્દ્રનગરમાં શહીદ દિવસ નિમિત્તે એમ.પી. શાહ કોલેજના યુવાનોએ પદયાત્રા યોજી
Next: સુરેન્દ્રનગરમાં ગેસ સિલિન્ડર પરત લેવાના આદેશનું સુસ્ત પાલન: પુરવઠા વિભાગ પાસે આંકડા જ નથી

Related News

SURE GARMI N

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર

User 3 12 May 2026
BHOGAVA N

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ

User 3 12 May 2026
MALVAN N

માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો

User 3 12 May 2026

Recent Post

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર SURE GARMI N

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર

12 May 2026
સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ BHOGAVA N

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ

12 May 2026
માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો MALVAN N

માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો

12 May 2026
રતનપર-મુળી રોડ પરથી દેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપાઈ; 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત MULI N

રતનપર-મુળી રોડ પરથી દેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપાઈ; 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત

12 May 2026
સુરેન્દ્રનગર: 5 મહિનાથી પગાર ન થતા સ્મશાનના કર્મચારીઓ લાલઘૂમ;  સ્મશાન બંધ કરવાની ચીમકી આપી SURE MNPA N

સુરેન્દ્રનગર: 5 મહિનાથી પગાર ન થતા સ્મશાનના કર્મચારીઓ લાલઘૂમ;  સ્મશાન બંધ કરવાની ચીમકી આપી

12 May 2026
સુરેન્દ્રનગર: હાઉસિંગ બોર્ડમાં કચરો સળગાવતા ઈલેક્ટ્રિક TCમાં લાગી આગ SURE AAG N

સુરેન્દ્રનગર: હાઉસિંગ બોર્ડમાં કચરો સળગાવતા ઈલેક્ટ્રિક TCમાં લાગી આગ

12 May 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add