Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

મુળીના આસુન્દ્રાળીમાં ગેરકાયદે ખનન બદલ ભવાનીગઢના ઉપસરપંચ પદભ્રષ્ટ

user 2 24 March 2026
મુળીના આસુન્દ્રાળીમાં ગેરકાયદે ખનન બદલ ભવાનીગઢના ઉપસરપંચ પદભ્રષ્ટ

સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના આસુન્દ્રાળી ગામમાં ગેરકાયદેસર ખનિજ ચોરીના કેસમાં વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે.

ભવાનીગઢ ગામના ઉપસરપંચ રતાભાઈ વીરાભાઈ જોગરાણાને ખનિજ ચોરીમાં સંડોવણી બદલ તાત્કાલિક અસરથી તેમના પદ પરથી દૂર કરવાનો આદેશ જિલ્લા વિકાસ અધિકારી (DDO) દ્વારા જારી કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલો 8 ઓગસ્ટ, 2025 ના રોજ સામે આવ્યો હતો, જ્યારે ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ આસુન્દ્રાળી ગામમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી.

Join Our WhatsApp Group

તપાસ દરમિયાન સરકારી સર્વે નંબર 246 અને ખાનગી સર્વે નંબર 249 માંથી ગેરકાયદેસર કાર્બોસેલ (કોલસો) નું ખનન અને વેચાણ થતું હોવાનું પકડાયું હતું. વહીવટી તંત્રએ સ્થળ પરથી 1 ટ્રેક્ટર, 2 કમ્પ્રેસર અને 40 મેટ્રિક ટન કોલસો સહિત કુલ 11,00,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

ગેરકાયદેસર પ્રવૃત્તિમાં પદનો દુરુપયોગ કરવા બદલ નાયબ કલેક્ટરની દરખાસ્તને આધારે સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારીએ ઉપસરપંચને હોદ્દા પરથી હટાવવાનો આદેશ આપ્યો છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: સુરેન્દ્રનગરની સવા આયુષ હોસ્પિટલમાં અત્યાધુનિક રોબોટિક સર્જરીનો પ્રારંભ
Next: સુરેન્દ્રનગર હોસ્પિટલમાં મોનિટરિંગ-વેન્ટિલેશન સિસ્ટમ કાર્યરત, જટિલ સર્જરીઓ વધુ સુરક્ષિત બનશે

Related News

Muli Taluka Village Pond Filled With Dholidhaja Canal Water Project

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

surendranagarupdate1@gmail.com 26 August 2026
Gambling Raid

ખાટડી ગામની સીમમાંથી જુગાર રમતા 5 શખ્સો ઝડપાયા, 2.15 લાખનો મુદ્દામાલ જપ્ત

surendranagarupdate1@gmail.com 23 August 2026
muli-police-recovers-vehicles-in-five-crore-fraud-case

મુળીના ઉમરડા ગામે છેતરપિંડીનો ભોગ બનેલા અરજદારને મુળી પોલીસે વાહનો પરત અપાવ્યા

surendranagarupdate1@gmail.com 12 August 2026

Recent Post

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે Gediya Encounter Case

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

26 August 2026
મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો Muli Taluka Village Pond Filled With Dholidhaja Canal Water Project

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

26 August 2026
સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો Rajkot Range Police Arrested Cyber Fraud Accused Saif Valdariya Near Surendranagar Riverfront

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

26 August 2026
રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત dhrangadhra-Taluka-police-raid-rajpar-village-gambling-arrests

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

26 August 2026
ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો Surendranagar LCB Police Seized Foreign Liquor Stock Hidden in Truck Tank Near Chotila Janivadla Village-1

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

26 August 2026
સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત Surendranagar Ration Shop Shortage Issue and People Waiting for Grain Supply

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

26 August 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add