Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Wadhwan
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

સુરેન્દ્રનગર સબજેલમાં હત્યા કેસના કેદીનું શંકાસ્પદ મોત, પરિવારનો હત્યાનો આક્ષેપ

surendranagarupdate1@gmail.com 1 September 2026
Surendranagar sub jail custodial death investigation Rajkot civil hospital PM

Surendranagar sub jail custodial death investigation Rajkot civil hospital PM

Surendranagar Sub Jail Custodial Death | સુરેન્દ્રનગરની સબજેલમાં સજા કાપી રહેલા એક કેદીનું શંકાસ્પદ સંજોગોમાં મોત નિપજતાં ભારે ચકચાર મચી ગઈ છે.

વર્ષ 2025 માં ચોટીલા ખાતે થયેલી હત્યાના ગુનામાં જેલવાસ ભોગવી રહેલા સુરેશ સાકરીયા નામના આરોપીનું જેલની કસ્ટડી દરમિયાન મોત થયું છે. બનાવની જાણ થતાં જ મૃતકના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

Join Our WhatsApp Group

મળતી માહિતી મુજબ, મૃતક કેદી સુરેશ સાકરીયાને થોડા દિવસોથી તાવ અને બીમારી હોવાના કારણે સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ તેને ફરીથી સબજેલ ખાતે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં વહેલી સવારે તેનું અચાનક મોત નીપજ્યું હતું.

આ ઘટનાને પગલે પરિવારજનોએ કેદીની હત્યા કરવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે, જેના કારણે જેલ પરિસરમાં અને હોસ્પિટલ ખાતે તંગદિલીભર્યો માહોલ સર્જાયો હતો.

પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખી વઢવાણના ડેપ્યુટી કલેક્ટર મેહુલ ભરવાડ, સીટી પોલીસ મથકના PI અને PSI સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.

વહીવટી તંત્ર અને પોલીસે પંચોની હાજરીમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. જેલ સ્ટાફના જણાવ્યા અનુસાર કેદીનું મોત ટૂંકી બીમારીના કારણે થયું છે.

હાલમાં કેદીના શંકાસ્પદ મોતનું સાચું કારણ જાણી શકાયું નથી. તેથી મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ (PM) માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

ડેપ્યુટી કલેક્ટર મેહુલ ભરવાડના જણાવ્યા મુજબ, રાજકોટ ખાતે પેનલ PMનો રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે. હાલમાં સીટી પોલીસ અને જેલ સ્ટાફ દ્વારા આ સમગ્ર કસ્ટડીયલ ડેથની ઘટના અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

સુરેન્દ્રનગર સબજેલમાં ક્ષમતા કરતા બમણાથી વધુ કેદીઓ ભરાતા મુશ્કેલી

અંગ્રેજોના સમયમાં બનેલી ગુજરાતની સૌથી જૂની સુરેન્દ્રનગર સબજેલ પોતાની ક્ષમતા કરતા વધુ કેદીઓના ભારણને કારણે વારંવાર વિવાદમાં આવી રહી છે. આ સબજેલમાં માત્ર ૧૨૫ કેદીઓને રાખવાની ક્ષમતા છે, તેની સામે વધતા ક્રાઈમરેટ અને અન્ય કોઈ વ્યવસ્થા ન હોવાથી હાલ 275થી વધુ કેદીઓ આશરો લઈ રહ્યા છે. ક્ષમતા કરતાં વધુ કેદીઓ હોવાથી તેમની વચ્ચે અંદરોઅંદર તકરાર, ઝઘડા અને મારામારીના બનાવો સામે આવતા રહે છે.

આ ઉપરાંત, એક જ બેરેકમાં વધુ કેદીઓને રાખવાના કારણે ચામડીના રોગો, ચેપી બીમારીઓ, હૃદયરોગ અને બ્લડપ્રેશર જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓમાં પણ વધારો નોંધાયો છે. જેલના નવીનીકરણ અને કેદીઓની અન્ય જગ્યાએ બદલી અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવાયા નથી.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Custodial Death (કસ્ટોડિયલ ડેથ) Surendranagar Sub Jail (સુરેન્દ્રનગર સબ જેલ)

Post navigation

Previous: સાયલાના સેજકપરમાં ખેતરના સેઢે જુગાર રમતા 9 શખ્સ ઝડપાયા
Next: વઢવાણ ખાતે પોષણ ઉત્સવ અંતર્ગત THR અને મિલેટ્સમાંથી પૌષ્ટિક વાનગી નિદર્શન તથા સ્પર્ધા યોજાઈ

Related News

Nag Panchami celebration at Charmaliya Dev Temple Wadhwan Surendranagar

વઢવાણમાં 150 વર્ષ જૂના ચરમાળિયા દેવ મંદિરે નાગપંચમીએ ભક્તોનું મહેરામણ ઉમટ્યું

surendranagarupdate1@gmail.com 1 September 2026
Surendranagar Dudhrej canal unidentified man body retrieved police investigation

સુરેન્દ્રનગરની દુધરેજ કેનાલમાંથી આધેડનો મૃતદેહ મળ્યો

surendranagarupdate1@gmail.com 1 September 2026
Rajkot Range Police Arrested Cyber Fraud Accused Saif Valdariya Near Surendranagar Riverfront

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

surendranagarupdate1@gmail.com 26 August 2026

Recent Post

મુળીના ભવાનીગઢમાં રેન્જ IGની ટીમનો દરોડો: 2.08 લાખનો દેશી દારૂ અને આથો ઝડપાયો Bhavanigarh Muli illegal liquor raid Rajkot Range IG team Surendranagar

મુળીના ભવાનીગઢમાં રેન્જ IGની ટીમનો દરોડો: 2.08 લાખનો દેશી દારૂ અને આથો ઝડપાયો

1 September 2026
વઢવાણમાં 150 વર્ષ જૂના ચરમાળિયા દેવ મંદિરે નાગપંચમીએ ભક્તોનું મહેરામણ ઉમટ્યું Nag Panchami celebration at Charmaliya Dev Temple Wadhwan Surendranagar

વઢવાણમાં 150 વર્ષ જૂના ચરમાળિયા દેવ મંદિરે નાગપંચમીએ ભક્તોનું મહેરામણ ઉમટ્યું

1 September 2026
સુરેન્દ્રનગરની દુધરેજ કેનાલમાંથી આધેડનો મૃતદેહ મળ્યો Surendranagar Dudhrej canal unidentified man body retrieved police investigation

સુરેન્દ્રનગરની દુધરેજ કેનાલમાંથી આધેડનો મૃતદેહ મળ્યો

1 September 2026
વઢવાણ ખાતે પોષણ ઉત્સવ અંતર્ગત THR અને મિલેટ્સમાંથી પૌષ્ટિક વાનગી નિદર્શન તથા સ્પર્ધા યોજાઈ Poshan Utsav Wadhwan THR and millets recipe competition ICDS

વઢવાણ ખાતે પોષણ ઉત્સવ અંતર્ગત THR અને મિલેટ્સમાંથી પૌષ્ટિક વાનગી નિદર્શન તથા સ્પર્ધા યોજાઈ

1 September 2026
સુરેન્દ્રનગર સબજેલમાં હત્યા કેસના કેદીનું શંકાસ્પદ મોત, પરિવારનો હત્યાનો આક્ષેપ Surendranagar sub jail custodial death investigation Rajkot civil hospital PM

સુરેન્દ્રનગર સબજેલમાં હત્યા કેસના કેદીનું શંકાસ્પદ મોત, પરિવારનો હત્યાનો આક્ષેપ

1 September 2026
સાયલાના સેજકપરમાં ખેતરના સેઢે જુગાર રમતા 9 શખ્સ ઝડપાયા Gambling Raid

સાયલાના સેજકપરમાં ખેતરના સેઢે જુગાર રમતા 9 શખ્સ ઝડપાયા

1 September 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add