Dudhrej Canal | સુરેન્દ્રનગર શહેરમાં દુધરેજ નજીક પસાર થતી નર્મદા કેનાલના રેલવે નાળા નજીકથી એક અંદાજે 50 વર્ષના આધેડનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી છે.
આધેડે કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી હોવાની પ્રાથમિક માહિતી મળતાં સ્થાનિક લોકોએ સુરેન્દ્રનગર ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી હતી.
ફાયર ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી મૃતદેહ બહાર કાઢી પીએમ માટે સરકારી હોસ્પિટલે ખસેડ્યો હતો.
હાલ મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો છે. સીટી A ડિવિઝન પોલીસે મૃતકની ઓળખ મેળવવા અને તેના સગા-સંબંધીઓની શોધખોળ હાથ ધરી છે.
આ ઉપરાંત ગુમ થયેલા લોકોની યાદી મંગાવીને આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે.
