Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

સુરેન્દ્રનગરની હોટલ-ગેસ્ટ હાઉસમાં SOGના દરોડા: નિયમોના ભંગ બદલ બે સંચાલકો સામે ગુનો દાખલ

user 2 7 April 2026
સુરેન્દ્રનગરની હોટલ-ગેસ્ટ હાઉસમાં SOGના દરોડા: નિયમોના ભંગ બદલ બે સંચાલકો સામે ગુનો દાખલ

સુરેન્દ્રનગર જિલ્લામાં હોટલો અને ગેસ્ટ હાઉસમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા માટે એસ.ઓ.જી (SOG) પોલીસ દ્વારા કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. પોલીસની ટીમે સુરેન્દ્રનગર શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી હોટલોમાં ઓચિંતું ચેકિંગ હાથ ધર્યું હતું.

આ તપાસ દરમિયાન નિયમોનો ભંગ કરી રહેલા 2 હોટલ સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસને શંકા હતી કે કેટલીક હોટલોમાં 18 વર્ષથી નીચેની વયના સગીર યુવક-યુવતીઓને વાલીઓની સંમતિ વગર રૂમ ભાડે આપવામાં આવે છે.

Join Our WhatsApp Group

તપાસ દરમિયાન ‘હોટલ ધ પેલેસ’ ના સંચાલક ક્રિપાલસિંહ ભવાનીસિંહ જાડેજા અને ‘હોટલ બ્લુ બર્ડ’ ના સંચાલક દેવાંગભાઈ મનુભાઈ ખાંભલા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આ હોટલોમાં CCTV કેમેરાનું 1 મહિનાનું રેકોર્ડિંગ ન રાખવા બદલ અને પથિક સોફ્ટવેરમાં ગ્રાહકોની એન્ટ્રી ન કરવા બદલ કાર્યવાહી કરાઈ છે. એસ.ઓ.જી. પોલીસે આ ઉપરાંત સેટર્ન હોટલ, શિવશક્તિ ગેસ્ટ હાઉસ, હર્ષદ ગેસ્ટ હાઉસ અને વૃંદાવન હોટલ સહિતની અનેક હોટલોમાં ચેકિંગ હાથ ધર્યું હતું.

પોલીસ વિભાગ દ્વારા તમામ હોટલ માલિકોને સખત સૂચના આપવામાં આવી છે કે સગીરોને વાલીની સંમતિ વગર રૂમ આપવા નહીં. ગેરકાયદેસર હેતુ માટે હોટલનો ઉપયોગ કરનારા સામે કડક પગલાં લેવામાં આવશે. વધુમાં, દરેક મુસાફરની વિગતો પથિક સોફ્ટવેરમાં ફરજિયાત એન્ટ્રી કરવા અને સુરક્ષાના ભાગરૂપે સીસીટીવી રેકોર્ડ જાળવી રાખવા તાકીદ કરવામાં આવી છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: સુરેન્દ્રનગર પોલીસે 19 વ્યાજ માફિયાઓની યાદી જાહેર કરી, ફરિયાદીઓને આગળ આવવા અપીલ
Next: સુરેન્દ્રનગરમાં જીવદયાનો સેવાયજ્ઞ: પક્ષીઓ માટે કુંડા અને ચકલી ઘરનું નિઃશુલ્ક વિતરણ

Related News

Ration Kit Distribution

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

surendranagarupdate1@gmail.com 12 July 2026
surendranagar-sog-police-raid-rat-trap-sellers-raj-store

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

surendranagarupdate1@gmail.com 11 July 2026
Nalsarovar Fishing Ban

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

surendranagarupdate1@gmail.com 10 July 2026

Recent Post

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ Ration Kit Distribution

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

12 July 2026
સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા surendranagar-district-collector-inspection-chotila-school

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા

11 July 2026
સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી surendranagar-sog-police-raid-rat-trap-sellers-raj-store

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

11 July 2026
ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ Dhrangadhra Navodaya Vidyalaya Admission

ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ

10 July 2026
વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ Nalsarovar Fishing Ban

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

10 July 2026
સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા Surendranagar Traffic Issue

સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા

10 July 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add