Surendranagar

સુરેન્દ્રનગરના રતનપરમાંથી MD ડ્રગ્સ સાથે યુવક ઝડપાયો

MD Drugs | સુરેન્દ્રનગર SOG પોલીસે શહેરના રતનપર વિસ્તારમાં આવેલા સુધારા પ્લોટ પાસેથી સમીર કટિયા નામના યુવકની ધરપકડ કરી છે.

પોલીસ દ્વારા આરોપીની ઝડપી તલાસી લેવામાં આવતા તેની પાસેથી 2.24 ગ્રામ પ્રતિબંધિત એમ.ડી ડ્રગ્સ મળી આવ્યું હતું, જેને પોલીસે તાત્કાલિક જપ્ત કર્યું છે.

પોલીસ પૂછપરછ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ ડ્રગ્સ બહારના રાજ્યમાંથી સપ્લાય કરવામાં આવતું હતું અને આરોપી સ્થાનિક વિસ્તારમાં તેનું વેચાણ કરતો હતો. આ મા અંગે જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

સુરેન્દ્રનગરમાં ડ્રગ્સનું દૂષણ વધતું અટકાવવા માટે પોલીસ દ્વારા આકરા પગલાં ભરવામાં આવી રહ્યા છે. ઝડપાયેલા યુવકને કોર્ટમાં રજૂ કરી પોલીસ રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

આ નેટવર્ક પાછળ અન્ય કોણ સંડોવાયેલું છે તે જાણવા માટે ASP સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. આગામી સમયમાં વધુ મોટા ખુલાસા થવાની પૂરી શક્યતા છે.

surendranagarupdate1@gmail.com

Recent Posts

સુરેન્દ્રનગરના સેવાભાવી ચંદ્રેશભાઈ પટેલને દિલ્હી ખાતે ‘ઇન્ટરનેશનલ અટલ એવોર્ડ’થી સન્માનિત કરાયા

સુરેન્દ્રનગરના જાણીતા યુવાન અને અગ્રણી સેવાભાવી અગ્રણી ચંદ્રેશભાઈ પટેલને દિલ્હી ખાતે યોજાયેલા ભવ્ય સમારોહમાં પ્રતિષ્ઠિત…

4 days ago

ચોમાસા બાદ અટકેલા વિકાસકામોને ઝડપ આપવા વઢવાણના ધારાસભ્ય અધ્યક્ષતામાં સંકલન બેઠક યોજાઈ

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ખાતે ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય સંકલન બેઠક યોજાઈ હતી. ચોમાસા દરમિયાન…

4 days ago

ધ્રાંગધ્રામાં ભાર્ગવી સોસાયટી પાસેથી ઘોડીપાસાનો જુગાર રમતા 4 શખ્સ ઝડપાયા

gambling raid | ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર N. H. ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પોલીસ…

1 week ago

સુરેન્દ્રનગર યુનિવર્સિટીમાં ‘વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ’ની ઉજવણી

World Pharmacists Day | સુરેન્દ્રનગર યુનિવર્સિટી ખાતે 'વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ-2026' ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી…

1 week ago

જોરાવનગરમાં ‘આંગણનો ઉત્સવ’ ઉજવાયો: પોષણ તેમજ શૈક્ષણિક કીટનું વિતરણ

Aangan Utsav | સુરેન્દ્રનગરના જોરાવનગર ખાતે આવેલ આંગણવાડી કેન્દ્ર નં. 102/103 માં મહિલા અને બાળ…

1 week ago

ભાજપ જિલ્લા ઉપાધ્યક્ષ જીજ્ઞાશા નાયકના ઘરે ગણેશ ઉત્સવની ઉજવણી

Ganesh Utsav | સુરેન્દ્રનગર શહેરમાં ગણેશ ઉત્સવની ધામધૂમથી અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ભાજપ…

1 week ago