PGVCL Raid | સુરેન્દ્રનગર જિલ્લામાં વીજ ચોરી ડામવા માટે PGVCL તંત્ર દ્વારા વ્યાપક સ્તરે સઘન ચેકીંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
આ અંતર્ગત PGVCLની 35 અલગ-અલગ ટીમો દ્વારા વઢવાણ, ચુડા અને સાયલા તાલુકાના બલદાણા (તા.વઢવાણ), ચોરણીયા (તા.લીંબડી), ચુડા, મીણાપુર (તા. ચુડા), નડાળા (તા. સાયલા), પાણશીણા (તા.લીંબડી), સડલા (તા.મુળી) અને સાયલા સહિતના વિવિધ ગામોમાં ઓચિંતી તપાસ કરવામાં આવી હતી.
આ સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન રહેણાંક, વાણિજ્યિક અને ખેતીવાડીના મળી કુલ 748 વીજ કનેક્શનોની ચકાસણી કરવામાં આવી હતી.
જેમાંથી કુલ 93 વીજ કનેક્શનોમાં ગેરરીતિ અને વીજ ચોરી ઝડપાઈ હતી. આ ઉપરાંત વીજ જોડાણ વગર થતી ચોરીના પણ 64 કેસ બહાર આવ્યા હતા.
તંત્ર દ્વારા આ તમામ ગેરરીતિ કરનાર ઇસમો સામે સખત કાર્યવાહી કરીને કુલ 48.58 લાખ રૂપિયાનો તોતીંગ દંડ ફટકારવામાં આવ્યો છે.
PGVCLની આકસ્મિક કાર્યવાહીથી વીજ ચોરી કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ આ પ્રકારની ડ્રાઈવ ચાલુ રાખવામાં આવશે.
સુરેન્દ્રનગરના જાણીતા યુવાન અને અગ્રણી સેવાભાવી અગ્રણી ચંદ્રેશભાઈ પટેલને દિલ્હી ખાતે યોજાયેલા ભવ્ય સમારોહમાં પ્રતિષ્ઠિત…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ખાતે ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય સંકલન બેઠક યોજાઈ હતી. ચોમાસા દરમિયાન…
gambling raid | ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર N. H. ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પોલીસ…
World Pharmacists Day | સુરેન્દ્રનગર યુનિવર્સિટી ખાતે 'વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ-2026' ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી…
Aangan Utsav | સુરેન્દ્રનગરના જોરાવનગર ખાતે આવેલ આંગણવાડી કેન્દ્ર નં. 102/103 માં મહિલા અને બાળ…
Ganesh Utsav | સુરેન્દ્રનગર શહેરમાં ગણેશ ઉત્સવની ધામધૂમથી અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ભાજપ…