Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

સુરેન્દ્રનગર સેવા સેતુ કાર્યક્રમમાં વ્યવસ્થાના અભાવે લોકોનો હોબાળો

user 2 13 March 2026
સુરેન્દ્રનગર સેવા સેતુ કાર્યક્રમમાં વ્યવસ્થાના અભાવે લોકોનો હોબાળો

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા ઉત્તર ઝોન કચેરી ખાતે યોજવામાં આવેલા સેવા સેતુ કાર્યક્રમમાં ગેરવ્યવસ્થાને લઈને અરજદારોએ ભારે હોબાળો મચાવ્યો હતો.

આ કાર્યક્રમમાં 1044 જેટલી અરજીઓ આવી હતી, પરંતુ જાતિ અને આવકના દાખલા, આધારકાર્ડ સુધારો તથા સમાજ કલ્યાણ વિભાગની યોજનાઓનો લાભ લેવા આવેલા લોકોને પૂરતા જવાબ ન મળતા રોષ જોવા મળ્યો હતો. તંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં નિષ્ફળતા મળતા લોકોએ આક્ષેપ કર્યો હતો કે તેમને કામના બદલે ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે.

Join Our WhatsApp Group

સેવા સેતુના સ્થળે ઝેરોક્ષ મશીન જેવી પાયાની સુવિધા ન હોવાથી અરજદારોને ધોમધખતા તડકામાં દૂર સુધી જવું પડ્યું હતું. આ ઉપરાંત, કમ્પાઉન્ડનું લેવલ યોગ્ય ન હોવાથી અનેક લોકો નીચે પડી ગયા હોવાની ઘટનાઓ પણ બની હતી.

મામલતદાર કચેરી દ્વારા ફોર્મ વિતરણ કરાયા બાદ ફરી ઓફિસે બોલાવવામાં આવતા અરજદારો મજબૂર બન્યા હતા. સ્થાનિકોએ માંગ કરી છે કે તંત્ર કાર્યક્રમના નામે દેખાવો કરવાને બદલે પહેલા યોગ્ય વ્યવસ્થા ઉભી કરે જેથી સામાન્ય જનતાને હાલાકી ભોગવવી ન પડે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Seva Setu Program (સેવા સેતુ કાર્યક્રમ) Surendranagar Municipal Corporation

Post navigation

Previous: સુરેન્દ્રનગરમાં તંત્રના દાવા વચ્ચે ગેસ એજન્સીઓ પર ગ્રાહકોની લાંબી કતારો
Next: સુરેન્દ્રનગરમાં બોર્ડની પરીક્ષામાં 88 વિદ્યાર્થી ગેરહાજર

Related News

Ration Kit Distribution

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

surendranagarupdate1@gmail.com 12 July 2026
surendranagar-sog-police-raid-rat-trap-sellers-raj-store

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

surendranagarupdate1@gmail.com 11 July 2026
Nalsarovar Fishing Ban

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

surendranagarupdate1@gmail.com 10 July 2026

Recent Post

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ Ration Kit Distribution

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

12 July 2026
સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા surendranagar-district-collector-inspection-chotila-school

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા

11 July 2026
સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી surendranagar-sog-police-raid-rat-trap-sellers-raj-store

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

11 July 2026
ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ Dhrangadhra Navodaya Vidyalaya Admission

ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ

10 July 2026
વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ Nalsarovar Fishing Ban

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

10 July 2026
સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા Surendranagar Traffic Issue

સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા

10 July 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add