Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

સુરેન્દ્રનગરમાં તંત્રના દાવા વચ્ચે ગેસ એજન્સીઓ પર ગ્રાહકોની લાંબી કતારો

user 2 13 March 2026
સુરેન્દ્રનગરમાં તંત્રના દાવા વચ્ચે ગેસ એજન્સીઓ પર ગ્રાહકોની લાંબી કતારો

સુરેન્દ્રનગર શહેરમાં ગેસ સિલિન્ડરના સ્ટોક મુદ્દે તંત્ર અને જનતા વચ્ચે વિરોધાભાસી સ્થિતિ સર્જાઈ છે. વહીવટી તંત્ર પૂરતો સ્ટોક હોવાનો દાવો કરી રહ્યું છે, તેમ છતાં ગેસ એજન્સીઓ બહાર વહેલી સવારથી લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે.

મિડલ ઈસ્ટના દેશો વચ્ચે યુદ્ધની પરિસ્થિતિને કારણે દરિયાઈ માર્ગે ગેસ સપ્લાય ખોરવાયો હોવાથી વિતરણ વ્યવસ્થા પર કાપ મૂકવામાં આવ્યો છે. હાલમાં નોંધણી કરાવ્યાના 25 દિવસ બાદ સિલિન્ડર મળી રહ્યા હોવાથી ગૃહિણીઓ અને વેપારીઓમાં ચિંતા વ્યાપી છે.

Join Our WhatsApp Group

ટેલિફોનિક બુકિંગ બંધ હોવાને કારણે લોકોને ફરજિયાત એજન્સી પર રૂબરૂ આવવું પડે છે, જ્યાં સર્વરની ખામી અને OTP જનરેટ ન થવા જેવી સમસ્યાઓ કલાકો સુધી ઉભા રહેલા ગ્રાહકોની મુશ્કેલી વધારી રહી છે.

બીજી તરફ, કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછતને કારણે હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકો હવે લાકડા અને કોલસાના બળતણનો ઉપયોગ કરવા મજબૂર બન્યા છે. જોકે, તંત્ર દ્વારા સંગ્રહખોરી રોકવા તપાસ હાથ ધરવામાં આવી છે, પરંતુ વિતરણ વ્યવસ્થા હજુ પણ પાટા પર આવી નથી.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: LPG Cylinder Crisis

Post navigation

Previous: સુરેન્દ્રનગરમાં PGVCLનો સપાટો: 4,126 ગ્રાહકો પાસેથી 1.75 કરોડની વસૂલાત, 87 કનેક્શન કપાયા
Next: સુરેન્દ્રનગર સેવા સેતુ કાર્યક્રમમાં વ્યવસ્થાના અભાવે લોકોનો હોબાળો

Related News

SURE GARMI N

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર

User 3 12 May 2026
BHOGAVA N

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ

User 3 12 May 2026
MALVAN N

માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો

User 3 12 May 2026

Recent Post

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર SURE GARMI N

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર

12 May 2026
સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ BHOGAVA N

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ

12 May 2026
માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો MALVAN N

માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો

12 May 2026
રતનપર-મુળી રોડ પરથી દેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપાઈ; 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત MULI N

રતનપર-મુળી રોડ પરથી દેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપાઈ; 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત

12 May 2026
સુરેન્દ્રનગર: 5 મહિનાથી પગાર ન થતા સ્મશાનના કર્મચારીઓ લાલઘૂમ;  સ્મશાન બંધ કરવાની ચીમકી આપી SURE MNPA N

સુરેન્દ્રનગર: 5 મહિનાથી પગાર ન થતા સ્મશાનના કર્મચારીઓ લાલઘૂમ;  સ્મશાન બંધ કરવાની ચીમકી આપી

12 May 2026
સુરેન્દ્રનગર: હાઉસિંગ બોર્ડમાં કચરો સળગાવતા ઈલેક્ટ્રિક TCમાં લાગી આગ SURE AAG N

સુરેન્દ્રનગર: હાઉસિંગ બોર્ડમાં કચરો સળગાવતા ઈલેક્ટ્રિક TCમાં લાગી આગ

12 May 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add