Surendranagar News | સુરેન્દ્રનગર શહેરના પોપટપરા વિસ્તારમાં થોડા દિવસો પહેલા બે પરિવારો વચ્ચે ફૂટના ધંધાની લારી કાઢવા બાબતે મારામારીનો બનાવ બન્યો હતો જે અંગે બન્ને પરિવાર દ્વારા સામસામે 08 શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સુરેન્દ્રનગર શહેરના રામેશ્વરનગરમાં રહેતા ફરિયાદી સચિનભાઈ જીવરાજભાઈ ઘુઘલીયાને અગાઉ ફૂટના ધંધા બાબતનું મનદુઃખ રાખી ફ્રૂટની લારી નહી કાઢવાનું જણાવી પોપટપરા વિસ્તારમાં બે મહિલાઓ આંખમાં લાલ મરચું નાખ્યું હતું તેમજ અન્ય બે શખ્સોએ લોખંડના ધારીયા વડે તેમજ ઢીકાપાટુનો મારમારી ઈજાઓ પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ મામલે જે અંગે ભોગ બનનાર શખ્સે પોલીસ મથકે (1) મહેશભાઈ ભરતભાઈ કોડિયા (2) હિતેશભાઈ ભરતભાઈ કોડિયા (3) મીઠીબેન ભરતભાઈ કોડિયા અને (4) ભારતીબેન ભરતભાઈ કોડિયા, તમામ રહે.પોપટપરા વાળા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જ્યારે સામાપક્ષે ફરિયાદી મહેશભાઈ ભરતભાઈ કોડિયાએ પણ ચાર શખ્સો (1) રવી રાજુભાઈ ઝીંઝુવાડિયા (2) રોહિત ચકાભાઈ કોરડીયા (3) સચિનભાઈ શિવાભાઈ (4) વિરમભાઈ કાળુભાઈ સારલા, તમામ રહે. સુરેન્દ્રનગર વાળા સામે ફરિયાદ નોંધાવી છે.
જે મુજબ આ ચારેય શખ્સો દ્વારા એકસંપ થઈ અગાઉના ફૂટના ધંધા અંગેનું મનદુઃખ રાખી લોખંડનું ધારિયું, છરી, લાકડાના ધોકા વડે મારમારી ફરિયાદી તેમજ સાહેદ મીઠીબેન અને ભારતીબેનને ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
