Surendranagar

સુરેન્દ્રનગરમાં 28 જૂનથી પોલિયો રસીકરણ અભિયાન: 2.16 લાખથી વધુ બાળકોને અપાશે સુરક્ષા કવચ

Polio Vaccination Surendranagar | ભારત સરકાર અને ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં આવતીકાલ તારીખ ૨૮/૦૬/૨૦૨૬ થી ૩૦/૦૬/૨૦૨૬ સુધી ત્રણ દિવસીય પોલિયો રસીકરણ અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાઅભિયાન અંતર્ગત જિલ્લાના ૦ થી ૫ વર્ષના કુલ ૨,૧૬,૭૦૨ બાળકોને પોલિયો વિરોધી રસીના બે ટીપા પીવડાવવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે.

વહીવટી તંત્ર સજ્જ: ડીસ્ટ્રીક ટાસ્ક ફોર્સની બેઠક યોજાઈ

આ અભિયાનને સંપૂર્ણ સફળ બનાવવા માટે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે માનનીય કલેક્ટર સાહેબના અધ્યક્ષ સ્થાને ‘ડીસ્ટ્રીક ટાસ્ક ફોર્સ કમિટી’ની એક મહત્વની બેઠક મળી હતી. જેમાં કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી (DDO) ના સીધા માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા RCHO તેમજ તમામ તાલુકાના હેલ્થ ઓફીસરો હાજર રહ્યા હતા અને સમગ્ર કામગીરીનું આયોજન સુનિશ્ચિત કર્યું હતું.

બુથથી લઈને ઘર-ઘર સુધી પહોંચશે ૧,૭૨૫ ટીમો

આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણની કામગીરીને આયોજનબદ્ધ રીતે વહેંચવામાં આવી છે:

પ્રથમ દિવસ (૨૮ જૂન): જિલ્લાના તમામ ૮૬૩ બુથ પર બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવશે.

બીજો અને ત્રીજો દિવસ (૨૯ અને ૩૦ જૂન): બુથ પર આવતા બાકી રહી ગયેલા બાળકો માટે ૧,૭૨૫ ટીમો દ્વારા ઘરે-ઘરે (હાઉસ-ટુ-હાઉસ) જઈને રસીકરણ કરવામાં આવશે.

શ્રમિકોના બાળકો અને મુસાફરો માટે ખાસ આયોજન

કોઈપણ બાળક આ સુરક્ષા ચક્રથી વંચિત ન રહી જાય તે માટે વિશેષ ટીમો તહેનાત કરાઈ છે:

મોબાઈલ ટીમો: વાડી વિસ્તારોમાં રહેતા તેમજ બહારથી મજૂરી અર્થે આવેલા શ્રમિકોના બાળકો સુધી પહોંચવા માટે ૪૪ મોબાઈલ ટીમો એક્શનમાં રહેશે.

ટ્રાન્ઝીટ ટીમો: રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, ટોલગેટ, મેળા, બજાર અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં અવરજવર કરતા બાળકો માટે ૪૮ ટ્રાન્ઝીટ ટીમો કાર્યરત કરવામાં આવી છે.

ઉચ્ચ અધિકારીઓ દ્વારા મોનીટરીંગ : આ સમગ્ર કામગીરી પર બાજ નજર રાખવા અને દેખરેખ માટે ૧૭૮ સુપરવાઇઝરોની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, જિલ્લા કક્ષાએથી ૧૧ લાયઝન અધિકારીઓ દ્વારા શહેરી અને ગ્રામ્ય વિસ્તારોનું સીધું મોનીટરીંગ કરવામાં આવશે.

તંત્રની ખાસ અપીલ:  જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા તમામ માતા-પિતાને નમ્ર અપીલ કરવામાં આવી છે કે “દો બુંદ જિંદગી કી” દરેક બાળક માટે અનિવાર્ય છે. તેથી, પોતાના ૦ થી ૫ વર્ષના બાળકોને નજીકના પોલિયો બુથ પર જરૂર લઈ જાય અને જો અગાઉ પણ પોલિયોની રસી પીવડાવેલ હોય, તો પણ આ રાઉન્ડમાં રસી અવશ્ય અપાવે.

surendranagarupdate1@gmail.com

Recent Posts

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…

5 days ago

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…

5 days ago

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…

5 days ago

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…

5 days ago

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…

5 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…

6 days ago