Limbdi

સુરેન્દ્રનગર-ધંધુકા રૂટની એસ.ટી. બસમાંથી મુસાફરના 11.75 લાખના સોના-ચાંદીના દાગીનાની ચોરી

સુરેન્દ્રનગરથી ધંધુકા તરફ જતી એસ.ટી. બસમાં મુસાફરી કરી રહેલા એક પરિવાર સાથે મોટી ચોરીની ઘટના બની હોવાનું સામે આવ્યું છે.

બસમાં બેઠેલા મુસાફરના સામાન ભરેલી થેલીમાંથી અંદાજે 11.75 લાખ રૂપિયાની કિંમતના સોના-ચાંદીના કિંમતી દાગીના અને રોકડ રકમની ઉઠાંતરી થતા ચકચાર મચી ગઈ છે.

આ મામલે ભીમજભાઈ છગનભાઈ ભટ્ટી નામના શખ્સે લીંબડી પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ફરિયાદી પોતાના પરિવાર સાથે વિરમગામથી એસ.ટી. બસ દ્વારા વઢવાણ આવ્યા હતા અને ત્યાંથી સુરેન્દ્રનગર-ધંધુકા રૂટની બસમાં સવાર થયા હતા.

મુસાફરી દરમિયાન ભીમજભાઈ પાસે પીળા રંગની પ્લાસ્ટિકની થેલી હતી, જેમાં કપડાં, 20,000 રૂપિયા રોકડા, અંદાજે 11 તોલા સોનાના દાગીના (જેની કિંમત આશરે 8,15,000 રૂપિયા હતી) અને ચાંદીના વિવિધ દાગીના (જેની કિંમત આશરે 3,20,000 રૂપિયા હતી) મળીને કુલ 11,75,000 રૂપિયાનો મુદ્દામાલ ભરેલો હતો.

લીંબડી પાસે બસમાં ભીડ ઓછી થતાં તેઓ સીટ પર બેઠા હતા અને થેલી પગ પાસે રાખી હતી.

જોકે, જ્યારે બસ ધંધુકા પહોંચી ત્યારે તેઓએ થેલી ગાયબ થયેલી જોઈ હતી. આસપાસ ભારે શોધખોળ કરવા છતાં થેલીનો કોઈ પતો લાગ્યો ન હતો.

આ ગંભીર મામલે લીંબડી પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને બસ રૂટના સીસીટીવી ફૂટેજ અને અન્ય ટેકનિકલ પુરાવાઓના આધારે આરોપીઓને ઝડપી પાડવા માટે સઘન તપાસ શરૂ કરી છે.

surendranagarupdate1@gmail.com

Recent Posts

સુરેન્દ્રનગરના સેવાભાવી ચંદ્રેશભાઈ પટેલને દિલ્હી ખાતે ‘ઇન્ટરનેશનલ અટલ એવોર્ડ’થી સન્માનિત કરાયા

સુરેન્દ્રનગરના જાણીતા યુવાન અને અગ્રણી સેવાભાવી અગ્રણી ચંદ્રેશભાઈ પટેલને દિલ્હી ખાતે યોજાયેલા ભવ્ય સમારોહમાં પ્રતિષ્ઠિત…

4 days ago

ચોમાસા બાદ અટકેલા વિકાસકામોને ઝડપ આપવા વઢવાણના ધારાસભ્ય અધ્યક્ષતામાં સંકલન બેઠક યોજાઈ

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ખાતે ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય સંકલન બેઠક યોજાઈ હતી. ચોમાસા દરમિયાન…

4 days ago

ધ્રાંગધ્રામાં ભાર્ગવી સોસાયટી પાસેથી ઘોડીપાસાનો જુગાર રમતા 4 શખ્સ ઝડપાયા

gambling raid | ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર N. H. ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પોલીસ…

1 week ago

સુરેન્દ્રનગર યુનિવર્સિટીમાં ‘વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ’ની ઉજવણી

World Pharmacists Day | સુરેન્દ્રનગર યુનિવર્સિટી ખાતે 'વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ-2026' ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી…

1 week ago

જોરાવનગરમાં ‘આંગણનો ઉત્સવ’ ઉજવાયો: પોષણ તેમજ શૈક્ષણિક કીટનું વિતરણ

Aangan Utsav | સુરેન્દ્રનગરના જોરાવનગર ખાતે આવેલ આંગણવાડી કેન્દ્ર નં. 102/103 માં મહિલા અને બાળ…

1 week ago

ભાજપ જિલ્લા ઉપાધ્યક્ષ જીજ્ઞાશા નાયકના ઘરે ગણેશ ઉત્સવની ઉજવણી

Ganesh Utsav | સુરેન્દ્રનગર શહેરમાં ગણેશ ઉત્સવની ધામધૂમથી અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ભાજપ…

1 week ago